ડુંગર પર ગુફામા આલેવું છે ચાંદણગઢ ના ખોડલ માનું મંદિર, જુઓ વિડિયો…

ડુંગર પર ગુફામા આલેવું છે ચાંદણગઢ ના ખોડલ માનું મંદિર, જુઓ વિડિયો…

ભારત દેશ એટલે ખૂબ જ શ્રદ્ધા નો દેશ છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તો ખૂણે ખૂણે મંદિરો આવેલા છે. એવું કહેવાય છે કે દર પાંચ કિલોમીટર એ એક મંદિર આવેલું છે. તેમાં પણ મા ખોડલ નું નામ પડતાં જ દરેક લોકો તેને ખુબજ માને છે. આ ખોડલ માતા દરેકના દુઃખને દૂર કરે છે અને બધાની મનોકામના પૂરી થાય છે. ઘણા બધા લોકોના કુળદેવી ખોડીયાર માતાજી છે. આજે આપણે ગુફા માં રાજમાન ખોડીયાર માતા વિશે માહિતી મેળવીશું, તે કેવી રીતે ચાંદણગઢ માં બિરાજમાન થયા તેની વિશે જાણકારી મેળવશું.

કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. દરેક લોકો પોતાના કુળદેવી માતાજી ને માનતા હોય છે. એવું કહેવાય છે કે, મા ખોડલનું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે. અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને માતાજી કેવી રીતે રાજપરામાં બિરાજમાન થયા તેના વિશે માહિતી આપવાના છીએ.

ગુજરાતમાં પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના ચાંદણગઢ ગામમાં ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન છે. આ મંદિર શહરો થી દૂર ઘણું અંદર આવેલું છે. આ મંદિર પથ્થરો ની ટેકરીઓ ની અંદર આવેલું છે. અહી માં ખોડિયાર ના નાનું મંદિર છે અહી ગુફા ની અંદર જવાનો રસ્તો થોડો આદકતરો છે પગથિયાં થી નીચે જઈ શકાય છે . અહી માં ખોડિયાર નું મદિર ઉપરાંત જૂન માટલાઓ અને પહેલા જમાના ની ઘણી વસ્તુઓ જોવા મળે છે. પાંચે ત્યાં થી ડુંગર પર જવાનો રસ્તો છે, ત્યાં ઉપર માં નું મોટુ મંદિર છે.એવું કહેવાય છે કે, ચાંદણગઢ માં ખોડીયાર મંદિરમાં માતાજી હાજરાહજૂર બિરાજમાન છે.

સામાન્ય દિવસોમાં માતાજીના દર્શનાર્થે દરરોજ હજારો ભકતો આવતા હોય છે. તેમાય શનિવારની રાત્રીથી રવિવારે તો ભાવિકો માતાના દર્શન કરવા આવે છે. આ મંદિર રાજપરા ની જેમ ઘણું જાણીતું નથી અને લોકોને અહી ના વિશે વધુ ખ્યાલ પણ ન હોવાથી અહી ઓછું પબ્લિક આવે છે . કોઇના કામ પૂર્ણ થયા હોય કોઇને લાપસી કરવાની હોય ત્યારે ભાવિકોની સંખ્યામાં વધારો થાય છે. અને દર્શનનો લાભ લે છે. સામાન્ય દિવસોમાં અહી લોકો દર્શન કરવા માટે મોટે ભાગે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભકતો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને કોરોના મહામારીના કારણે મંદિરમાં અત્યારે માત્ર 10 થી 20 ટકા જ ભાવિકો દર્શનાર્થે આવે છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @AJ78 Vlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *