૩ સિંહોએ એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો ત્યારે શું થયું, જુઓ વિડિયો…

૩ સિંહોએ એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો ત્યારે શું થયું, જુઓ વિડિયો…

સૌરાષ્ટ્રના ઉનાના ગુંદાળા ગામે વહેલી સવારે રસ્તા પર એક સાથે ત્રણ સિંહ લટાર મારતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના પૈડાં થંભી ગયા હતા. અને સિંહ રસ્તાની સાઈડમાં જઇ સીમમાં જતાં રહેલા બાદ ઈમરજન્સી એમ્બ્યુલન્સના ઇ એમ ટી અને પાઇલોટ સાથે મહિલાની ડિલિવરી માટે ઘરે પહોચ્યા હતા.

ગુંદાળા ગામમાં મુખ્ય રસ્તા પર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ત્રણ સિંહ પરીવારે ધામા નાખેલ હતાં. ત્યારે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મહિલાને લેવા જતી વખતે ગામમાં પહોંચતાંજ રસ્તા ઉપર ત્રણ સિંહ પરિવાર સાથે આરામથી બેઠા હતા. ત્યારે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના પાઇલોટે સિંહોને જોઇ તાત્કાલિક પૈડા થંભાવી દીધા હતા.

બાદમાં એમ્બ્યુલન્સની લાઈટો સરું કરતા ત્રણેય સિંહ ઉભા થઇ ગયેલા અને ત્યાંથી આગળ રસ્તા પર ચાલતા થયાં ત્યારે 108 એમ્બ્યુલન્સ ધીમે ધીમે આગળ વધી હતી. અને આ સિંહો રસ્તાની સાઈડમાં આવેલ સીમ વિસ્તારમાં જતાં રહેલ હતાં. બાદમાં એમ્બ્યુલન્સ તાત્કાલિક ગુંદાળા ગામની સીમ વિસ્તારમાં ડિલિવરી માટે મહિલાના ઘરે પહોચી હતી. અને મહીલાને એમ્બ્યુલન્સમાં ઉના હોસ્પીટલમાં તાત્કાલિક ખસેડવામાં આવેલ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો એમ્બ્યુલન્સના ઈએમટી જગદીશભાઈ મકવાણાએ મોબાઈલમાં કેદ કરેલ અને આ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું.

જુઓ વીડિયો:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @JAYESH THAKRAR OFFICIAL નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહો એ બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *