ગામડા ની યાદો
ગામડાનો માણસ જાતે કરી ને ભોળો બને છે. કારણ કે તેના સ્વભાવ માં કોઈ ઈર્ષા હોતી નથી એનું જીવન સાદું હોય છે. એ પોતે ખેતમજૂર હોય કે જમીનમાલિક હોય,કે પછી પશુપાલક હોય, દુકાનદાર હોય કેજુદા જુદા વ્યવસાય કરતા હોય પણ ગામડા ના ઉછેર માં તફાવત હોય છે લોકો હળી મળી ને રહે છે. તહેવારોમાં પણ સંપીને રહે છે.
ગામડામાં તમારી પોતાની ખેતી અને પશુપાલન હોય અને તે તમે જાતે જ કરતા હોવ તો શ્રેષ્ઠ. ઘરનું જાતે જ ઉગાડેલું ઉત્તમ ખાવાનું તેમજ તેના માટે કરવા પડતા શારીરિક શ્રમથી આરોગ્ય પણ સારું રહેશે. સાથે સાથે ગામડાનું વાતાવરણ પ્રદુષણ મુક્ત હોવાથી પણ આરોગ્ય સારું રહેશે.
પરંતુ સારી નોકરી કે વ્યવસાય ગામડામાં ઉપલબ્ધ હોતા નથી. એ સિવાય ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પણ ગામડામાં ઉપલબ્ધ હોતી નથી જે શહેરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. એના માટે પૈસા ખર્ચવા તે અલગ વાત છે. જો કે શહેરોમાં સરકારી આરોગ્ય અને શિક્ષણ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે અને તેનું ધોરણ પણ હવે પહેલા કરતા સારું થયું છે.
ગામડાનું જીવન પ્રમાણમાં શાંતિપૂર્ણ હોય છે. આખા ગામના લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે જ્યારે શહેરનું જીવન ધમાલિયું, ભાગદોડ વાળું હોય છે, કોઈની પાસે સારી રીતે વાત કરવાનો પણ સમય હોતો નથી. સોસાયટીના જ બધા લોકોને પૂરી રીતે ઓળખતા હોતા નથી.
શિક્ષણ, આરોગ્ય, નોકરી-ધંધા અને સુખ સુવિધાઓ મેળવવાની લાલસામાં ગામડાના લોકોની શહેરો તરફની દોડ દિવસે દિવસે તીવ્ર થતી જાય છે અને ગામડાઓ ખાલી થતા જાય છે. અત્યારની પેઢીને કોઈને ગામડામાં રહેવું નથી.
પણ મેં શરૂઆતમાં જ કીધું એમ પોતાની સારી ખેતી અને પશુપાલન હોય તેમજ શિક્ષણ, આરોગ્ય તેમજ આવક સબંધી કોઈ સમસ્યા ન હોય તો ગામડાનું જીવન સારું. હવે તો ગુજરાતના મોટા ભાગના ગામડાઓ સારા રસ્તાઓ અને વાહનવ્યવહારથી જોડાઈ ગયા છે. એટલે જ્યારે આકસ્મિક જરૂરિયાત ઉભી થાય ત્યારે ગમે ત્યારે નજીકના શહેરમાં પહોંચી શકાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]