રાજભા ને પસંદ છે ગામડાનું જીવન જુવો તેનો આલીશાન આશિયાનો..
લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઠવીનું આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે, છતાં પણ તેઓ ગામડાનું જીવન જીવવાનું વધુ પસંદ કરે છે. આપણે જાણીએ છે જે તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં પર પોતાના ની તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ તેમને પોતાના ફાર્મ હાઉસની એક રિલ્સ શેર કરી છે. આ રિલ્સ દ્વારા તમે જોઈ શકો છો કે રાજભા ગઢવીનું ફાર્મ હાઉસ કેટલું આલીશાન છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે રાજભા ગઠવી એ અનેક ગણી મહેનત કરીને આટલી સફળતા મેળવી છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં રાજભાનો જન્મ થયેલ છે, જેથી ગીર સાથે તેમનો અતૂટ નાતો છે. તમને યાદ હશે કે, જ્યારે રાજભા ગઢવી એ પોતાના પરિવાર માટે નવું ઘર બનાવ્યું છે, ત્યારે. નવા ઘરના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તેમનું ઘર જેટલું આલીશાન છે, એનાથી વધુ સુંદર અને આકર્ષક તેમનું ફાર્મ હાઉસ છે.
અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના નેહમાં રાજભા મોટા થયા છે. રાજભા ગઢવીએ સિંહ સાથેની મિત્રતાનો એક વિડીયો શેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે સાવજ રોજ તેમના ફાર્મહાઉસ પાસે પાણી પીવા આવે છે અને તેમના રોજ દર્શન કરે છે. તમને જણાવી દઇએ કે રાજાભા ગઢવીનું ફાર્મ હાઉસ ગાંડી ગીરના ખોળે આવેલું છે. હાલમાં રાજભા ગઢવીએ શેર કરેલ રિલ્સમાં તમે જોઈ શકો છો કે રાજભા પોતાના ફાર્મ હાઉસમાં લટાર મારી રહ્યા છે અને પોતાના ફાર્મહાઉસમાંથી ફળ અને શાકભાજી પણ તોળી રહ્યા છે. લિલી વનરાઈ અને ગાંડી ગીરની સુંદરતાની વચ્ચે આવેલું રાજભા ગઢવીના ફાર્મહાઉસમાં એક આલીશાન બંગલો આવેલો છે અને આ બંગલો પણ ગામઠી જીવનશૈલીને રજૂ કરે છે.
રાજભા ગઢવી જ્યારે બાળપણમાં ભેંસો ચરાવા જતા હતા ત્યારે રેડિયો સાંભળતા હતા અને તેઓને અહીં થી ગીતો ગાવાની અને ડાયરા કરવાની શીખ મળી હતી. તેઓને પહેલી વખત 2001 માં સતાધાર પાસે રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલો મોકો મળ્યો હતો
રાજભા ગઢવી જ્યારે આ સંમેલનને જોવા ગયા હતા તો ત્યાં પ્રખ્યાત કલાકારની સમયસર એન્ટ્રી ના થતા તેઓએ ગાવાની તક મળી અને તેઓનું નસીબ બદલાઈ ગયું હતું. આ પછી તેમને અનેક પ્રોગ્રામ મળવા લાગ્યા અને તેઓ એક નામચીન વ્યક્તિ બની ગયા હતા.
આ સંમેલનમાં રાજભાએ દુહા-છંદ લલકારી સંભળાવીને લોકોને ખુશ કરી દીધા હતા અને અહીં તેઓએ એટલા સુરીલા અવાજમાં ગીતો ગાયા કે તેમની ખ્યાતિ આજુબાજુના શહેરમાં ફેલાઈ ગઇ અને તેઓ ને અનેક કામ મળવા લાગ્યા.
રાજભાએ ગુજરાત રાજ્ય બહાર પણ ઘણા કાર્યક્રમ કર્યા છે, જેમાં ઓરિસ્સા, કેરળ અને આફ્રિકા જેવી જગ્યાઓ શામેલ છે. તેઓ હાલમાં જ પોતાનું ગામ છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં માતા પિતા સિવાય પત્ની અને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]