ત્રણમુખ વાળા ચામુંડા માતાજીના દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે, જાણો કયા બિરાજમાન છે આ માતાજી…
આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે . જેમાં દરેક મંદિરો સાથે અલગ અલગ કહાની જોડાયેલી છે . તો આજે એવા મંદિરની જ વાત કારવાની છે ,જે વલસાડ થી ૮ કિલોમીટર ના અંતરે પાનેરના ડુંગર પર આવેલું છે.
જ્યાં દેવી ચંદ્રિકા ,નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપન કરવામાં આવી છે . આ મંદિરમાં ચામુંડામાની ત્રિમુખાઈ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે .
આ મંદિરમાં બધી માતાજીની મૂર્તિ છે . જેથી નવરાત્રિમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે . માતાજીન ભક્તો આખો ડુંગર ચડીને માં ચામુંડના દર્શન કરવા માટે જાતા હોય છે .
આ ડુંગર પર એક હજારથી પણ વધારે પગથિયાં છે જે ચડીને મંદિરે જાય છે . પરંતુ ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા પણ કરી છે . આ મંદિરે એક વાવ પણ આવેલી છે . આ મંદિરે આસો સુદ આઠમના દિવસે લોકમેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં જોવા મળે છે .
આ મંદિરની એવી માન્યતા છે કે નવરાત્રિમાં ગરબા રમવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે . તેથી આ દિવસે પારનેરાા ગામના લોકો ગરબા રમવા ડુંગર પર જાય છે. આઠમના દિવસે આ મંદિરે સરકારી તંત્ર પણ હાજર હોય છે જેથી ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે .
પારનેરાના ડુંગર પર શિવજી મહારાજનો પણ કિલ્લો આવેલો છે. જેના પુરાવા આજે પણ છે . આ મંદિરે રોજ સવાર અને સાંજ આરતી થાય છે . માતાજીના ભક્તો પોતાની આસ્થાની સાબિતી અલગ અલગ રીતે આપતા હોય છે અમુક લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવે છે તો અમુક લોકો પગથિયાં પર કંકુના ચંદલા કરે તો અમુક પગથિયાં પર દિવડા મૂકે છે .