આવા લગ્ન ક્યારેય જોયા નહીં હોય ! વરઘોડા માં અઘોરી-બાવા ને બોલાવ્યા વરરાજા એ ધારણ કર્યું ત્રિશુલ અને, જુઓ ખાસ તસવીરો.
હાલમાં ગુજરાતમાં અને ભારતમાં લગ્નની સિઝન ખૂબ ધૂમધામથી ચાલી રહી છે. લોકો પોતાના લગ્નને શાનદાર યાદગાર બનાવવા અવનવા પ્રયત્નો કરતા હોય છે. ગુજરાતમાં વસતા વૃષભ પટેલ નામના યુવાને એવી રીતે પોતાના લગ્ન કર્યા કે જેને જોઈને ભગવાન શિવના લગ્નની યાદ આવી જાય. વધુ વિગતે વાત કરવામાં આવે તો 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ હતો જેમાં ભક્તો ભગવાન શંકરની ભક્તિમાં લિન થયા હતા.
ખાસ કરીને ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન જયારે થયા હતા ત્યારે ભગવાન શંકરની જાનમાં અનેક અઘોરીઓ બાવાઓ અને અનેક પશુ જોડાયા હતા. એવી જ રીતે ગુજરાતના ઋષભ પટેલ નામના યુવાને પોતાની જાન નીકાળી હતી. વધુ વિગતે વાત કરવામાં આવે તો ગોધરાના કાછિયા સમાજના વૃષભ પટેલ નામના યુવાને પોતાના વરઘોડામાં ભગવાન શંકરની જેવી વેશભૂષા ધારણ કરી હતી.
આ ઉપરાંત તેને તેના શરીર ઉપર ભસ્મ લગાવી હતી હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું હતું અને વરઘોડા મુખ્ય માર્ગો પર ફરીને ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો હતો. જ્યાં તેણે સેજલ સાથે લગ્ન કર્યા હતા વરઘોડામાં અનેક બાવાઓ અનેક અઘોરીઓ જોડાયા હતા. આ બાબતે ઋષભ પટેલે વાત કરી કે તેના પિતા નું અવસાન થઈ ચૂક્યું છે. આથી તે માત્ર 9 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યો હતો અને હવે તે બિસ્કીટ ના હોલસેલ વેપાર સાથે જોડાયેલા છે.
તે નાનપણથી તેના કાકા અને મામા સાથે રહેતો હતો. તેને કહ્યું હતું કે તેણે અંકલેશ્વર મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્વાર કરાવ્યો હતો. આ માટે તેને 15 થી 20 લાખનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વર મંદિરના અખાડા ટ્રસ્ટનું મંદિર છે જ્યાં ઘણા બધા અઘોરીઓ અને સાધુ સંતો આવતા હોય છે. ઘણા સમયથી તે તેના કોન્ટેકમાં હતો અને તેને કહ્યું હતું કે તેને આવી રીતે લગ્ન કરવા છે.
આથી તેને અનેક અઘોરીઓ અને સાધુ સંતોને પોતાની જાનમાં બોલાવ્યા હતા અને આ અનોખી રીતે તેને પોતાના લગ્ન કર્યા હતા. તેના લગ્નની અંદર 30 જેટલા અઘોરી સાધુ આવ્યા હતા. જેમાંથી બે તેમના ગુરુ હતા જે બિલકુલ અઘોર પંથ મુજબ નીવસ્ત્ર આવ્યા હતા અને બીજા બધા કાળી ધોતી પહેરીને આવ્યા હતા અને તેને લગ્નમાં આશીર્વાદ આપ્યા હતા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]