ચૈત્રી નવરાત્રિમાં અજમાવો ગંગા જળનો આ સરળ ઉપાય, ઘરમાં આવશે સમૃદ્ધિ
ચૈત્રી નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે આપ કેટલાક ખાસ ઉપાયો અજમાવીને માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ મેળવી શકો છો. માતા મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ બંને દિવસો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં વિશેષ ઉપાયો કરવાથી આપના પર માતાજીની વિશેષ કૃપા વરસે છે.તો ચાલો જાણીએ એવા કયા ઉપાયો છે જે અજમાવવાથી આપની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને માતાજીની વિશેષ કૃપા આપના પર વરસસે.
આર્થિક સમસ્યા અર્થે
માતાજીને ચૈત્રી નવરાત્રીની આઠમ અને નોમના દિવસોમાં ગંગા સ્નાન કરાવવું, તેનાથી આપની આર્થિક સ્થિતિ સારી બને છે. તે સિવાય અલગ અલગ પૂજામાં માતાજીને પીળા રંગની કોડીઓ અને શંખ પણ અર્પણ કરવા જોઇએ તેનાથી આપને માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
સુખ-સમૃદ્ધિ અર્થે
આ દિવસો દરમ્યાન માતાજીને રાત્રે પૂજા કર્યા બાદ ગંગાજળ ભરેલ કળશમાં 9 આસોપાલવના પાન ઉમેરો. તેમની સમક્ષ બેસીને માતા દુર્ગાના સપ્તશતી મંત્રોનો 108 વાર જાપ કરવો જોઇએ. ત્યારબાદ રાત્રે 12 વાગે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો અને જપ કર્યા બાદ કળશના ગંગાજળને આખા ઘરમાં આંબાના પાનના માધ્યમથી છંટકાવ કરવો અને વધેલા જળને સવારના સમયે તુલસીમાં અર્પણ કરવું. આ ઉપાય કરવાથી માતાજીના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
માતાના આશીર્વાદની પ્રાપ્તિ અર્થે
અષ્ટમી અને નોમની તિથિએ કન્યાપૂજનનું ખાસ મહત્વ જણાવ્યું છે. માન્યતા એવી છે કે કન્યાઓના રૂપમાં સ્વયં માતાજી પ્રગટ થાય છે. આ દિવસોમાં આપે કન્યાઓને હલવો અને ચણાનું શાક અને પૂરીનો ભોગ અર્પણ કરવો તેમજ તેમને મનપસંદ દક્ષિણા કે ભેટ આપીને વિદાય કરવી જોઇએ . આ ઉપાય અજમાવવાથી આપનું જીવન સુખમય રહે છે અને આર્થિક સંકટ ટળે તે માટે માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]