કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 6 વસ્તુઓ, હેલ્થ પર પડશે ગંભીર અસર
જો ગરમી કોઈ વ્યક્તિની ફેવરેટ સિઝન હોય તો તેનું એક મોટુ કારણ એ પણ હોય છે કે આ સિઝનમાં ફળોનો રાજા કેરી આવે છે. બાળકો અને વૃદ્ધો બન્ને કેરીને ખૂબ શોખથી ખાય છે. કેરીની આઈસક્રીમ, શેક અથવા કાપીને કેરી ખાવાની મજા જ કંઈક અલગ છે.
પરંતુ ઘણી વખત આપણે કેરી ખાવામાં અમુક ભુલો કરી દીએ છીએ. જેવી કે એવા ફૂડ્સ ખાઈ લેવા જે કેરીની સાથે રિએક્ટ કરતા હોય અને પેટના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડતું હોય. આવો જાણીએ એવા કયા ફૂડ્સ હોય છે.
કેરી સાથે ન ખાઓ આ ફૂડ
કારેલા: કેરી પછી તરત જ કારેલા ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે છે. જેનાથી ઉલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઠંડા પીણાં : કેરીમાં ખૂબ જ મીઠાશ હોય છે. જો કેરી ખાધા પછી કોલ્ડ ડ્રિંક પીવામાં આવે તો શરીરમાં શુગર લેવલ અનેકગણું વધી શકે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
પાણી : કેરી ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. કેરી ખાધા પછી ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ.
મસાલા : જો તમે કેરી ખાધા પછી મરચાં કે મસાલા ખાઓ છો, તો તે ત્વચામાં ખંજવાળ અથવા ઈરિટેશન જેવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
દહીં: કેરી કે કોઈપણ ફળ સાથે દહીં ખાવાનું ટાળવું જોઈએ. ફળો સાથે ખાવાથી તે ટોક્સિન, શરદી અને એલર્જીનું કારણ બની શકે છે.
ગરમ પીણું : ઠંડા પીણાની જેમ ગરમ પીણા પણ કેરી સાથે ન પીવું જોઈએ. તે સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]