જૂનાગઢના ખેડૂતોને પડ્યા પર પાટું, પહેલા જ કેરીનું ઓછું ઉત્પાદન અને પછી કમોસમી વરસાદનો માર…
જૂનાગઢના વંથલી પંથકમાં આવેલા કમોસમી વરસાદ અને પવનના કારણે આંબાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ પંથકના ખેડૂતો પોતાના આંબાના બગીચા કેરીઓ સાફ કરતા નજરે પડે છે. ચાલુ વર્ષે હવામાન અનુકુળ ન આવતા કેરીનો પાક ખૂબ ઓછા પ્રમાણમાં થાય તેમ હતો. જે કેરી બચી હતી તેમાંથી મોટાભાગની કેરી ગઇકાલના વાવાઝોડામાં ખરી પડી હતી.
ખેડૂતો આંબાના પાક પર મિટ માંડી બેઠા હતા. પરંતુ ગઈકાલે થયેલા વાવાઝોડાના પરિણામે આંબાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો હતાશ થઇ ગયા છે. આ મુશ્કેલીમાંથી ઉગારવા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક બાગાયતી પાકને પણ વીમાનું રક્ષણ આપવા અને રાહત પેકેજ આપવા ખેડૂતોએ માંગ કરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]