સાવધાન !! ઈન્જેક્શન વાળા તરબૂચ પહોંચ્યા ભારત ની બજારો માં, આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?
ઉનાળાની સાથે તરબૂચ પણ બજારમાં આવી ગયા છે. તરબૂચ ખાતા પહેલાં તમારે સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે તમે તરબૂચના બદલે ઝેર પણ ખાઈ રહ્યાં હોય તેવું બની શકે છે. જ્યારે પણ તરબૂચ પાકે નહીં અને તેનું વેચાણ કરવાનું થાય ત્યારે તેને એક અલગ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનના લીધે તરબૂચ પાકેલું દેખાય છે.
ઉનાળાની સાથે તરબૂચ પણ બજારમાં આવી ગયા છે. તરબૂચ ખાતા પહેલાં તમારે સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે તમે તરબૂચના બદલે ઝેર પણ ખાઈ રહ્યાં હોય તેવું બની શકે છે.
જ્યારે પણ તરબૂચ પાકે નહીં અને તેનું વેચાણ કરવાનું થાય ત્યારે તેને એક અલગ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનના લીધે તરબૂચ પાકેલું લાગે છે અને તેના અંદરના લાલ રંગમાં પણ ફેરફાર થઈ જાય છે.
કેવી રીતે ખબર પડે કે તરબૂચમાં ઈન્જેક્શન મારેલું છે?
જો તરબૂચમાં ઈંજેક્શન મારેલું હોય તો તે ચારેબાજુથી લીલા રંગનું જ દેખાશે કારણ કે કૃત્રિમ રીતે તેને લીલું દેખાઈ તેવું કરવાનો પ્રયાસ થયો હશે. તરબૂચની જે દંડી હોય છે તે પાક્યા બાદ કાળી પડી જાય છે અને ઈંજેક્શન મારીને પકવેલાં તરબૂચમાં આવું જણાતું નથી.
જો તરબૂચ સામાન્ય રીતે જ પાકેલું હોય તો તેનો રંગ પણ અંદરથી એકસમાન હોય છે. જો બધી જગ્યાએ સમાન રંગ ના જોવા મળે તો તમારે ચેતી જવાની જરુર છે. કેમિકલ રીતે પકાવવામાં આવ્યું હોય તો કેટલાંક ભાગો ફિક્કા દેખાઈ આવે છે.
જો વધારે ચકાસણી કરવાનું મન થાય તો તરબૂચમાંથી એક ટૂકડો કાપો અને તેને એક પાણી ભરેલા વાસણમાં નાખો. થોડા સમય બાદ પાણીનો રંગ હલકો ગુલાબી થઈ જાય અથવા લાલ થઈ જાય તો તે તરબૂચને રંગથી મીઠું બનાવવાનો પ્રયાસ થયેલો છે તેવા તારણ પર આવી શકાય છે. તરબૂચમાં મીઠાસ બધા ભાગોમાં એક જેવી હોવી જોઈએ અને જો આવું ન હોય તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]