અંબાલાલ પટેલ ની કમોસમી વરસાદ ની ભયંકર આગાહી
અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ખેડૂત ભાઈઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. અને ઘણી જગ્યા એ જેમ કે સુરત, બારડોલી, વડોદરા અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરશ્યો હતો.
કયા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
ગુજરાતમાં બનાસકાંઠા,ડાંગ, વલસાડ, નવસારી, પાટણ અને મહેસાણા, તાપી અને દાહોદ , સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઇ છે. અને ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.
માર્ચમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ ખેડૂતોની જણસ સુરક્ષિત રાખવા માટે પણ યાર્ડમાં વ્યવસ્થા કરાઈ છે. હજુ થોડા દિવસો પહેલા જ માવઠા અને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે ફરી એક વખત ત્રણ દિવસની વરસાદની આગાહીને લઈ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બેવડી થઈ ગઈ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]