સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ, કેરીના ભાવ જશે આસમાને
વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત વરસાદ કહેર મચાવી રહ્યો છે. મહત્વનુ છે કે, એકધારા પડી રહેલા વરસાદથી કેરીના પાકમાં વ્યાપક નુકશાનની ભીતિ પણ સેવાઇ રહી છે. વરસાદનું પાણી કેરી પર પડતાં કેરીમાં જીવાત પડવાથી પાક બગડે તેવી ખેડૂતોમાં ચિંતા છે.
બીજીતરફ વરસાદના કારણે જાહેર જીવન પર પણ માઠી આસર જોવા મળી છે. વલસાડમાં પડી રહેલા વરસાદને કારણે અંડર પાસમાં પાણી ભરાયા છે. વલસાડ છીપવાડ અંડર પાસ અને મોગરવાડી અંડર પાસમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અંડર પાસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આજે ફરી વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે નોકરિયાત વર્ગ અટવાયો હોવાનું પણ સામે આવ્યું છે. વલસાડ જ નહીં પરંતુ દક્ષિણના તમામ જિલ્લાઓમાં આ પ્ર્કારની સ્થિતિ સર્જાઈ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]