ટાંટિયા ધ્રુજાવી દે તેવી અંબાલાલ ની તોફાની આગાહી
હવામાન વિભાગ દ્વારા સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરાઇ છે. એ સંજોગોમાં હાલ તો સ્થિતિ નકારાત્મક લાગી રહી છે. ગુજરાતમાં હજુય 13 ટકા વરસાદની ઘટ છે. સીઝનનો માત્ર 8.14 ઇંચ જ વરસાદ થયો છે.
સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ
ગુજરાતમાં જૂન મહીનાની શરૂઆતમાં અને પછી મધ્યમાં જે રીતે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી એવું લાગતું હતું કે આ વખતે ચોમાસું ધમાકેદાર હશે. પરંતુ ચોમાસાની શરૂઆત બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ તો જાણે ગાયબ જ થઇ ગયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે.
રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા, દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ નોંધાઇ છે. 9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જૂલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઇએ તો સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 26.99 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 19.25 ટકા, મધ્ય ગુજરાતમાં 21.81 ટકા, સૌરાષ્ટ્રમાં 23.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા જેટલો વરસાદ થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે. ઓછાં વરસાદના કારણે રાજ્યમાં વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]