વાહ વાહ મોજ પડી ગઈ…..કેરી ના ભાવ માં થયો ઘટાડો, એક બોક્સ ની કિંમત જાણી ને ચોકી જશો…
કેસર કેરી ના સ્વાદ રસિકો માટે આનંદના સમાચાર છે જૂનાગઢની અને ગીર પંથકની કેસર કેરી હવે તમારા બજેટમાં મળી રહી છે આજે નીચો ભાવ ફક્ત 400 જ નોંધાયો હતો જ્યારે ઊંચો ભાવ 1375 નોંધાયો છે. આ સામે કેરીની આવક 2226 ક્વિન્ટલ નોંધાઈ છે.
એક મણનો નીચો ભાવ જે 400 છે એટલે એક બોક્સના 200 રૂપિયા થયા અને જો સારી ક્વોલિટી અને સારી ગુણવત્તા યુક્ત કેરી હોય તો તેના ઉચ્ચ ભાવ મળી રહ્યા છે જેનો સર્વાધિક ઊંચો ભાવ એક મણનો 1375 રૂપિયા આજે નોંધાયો છે.
માવઠાને લીધે અનેક પાકને નુકસાન પહોંચ્યું હતું જેમાં કેરીનો પાક પણ બાકાત રહ્યો નહોતો. ભારે વાવાઝોડા તથા વરસાદની પરિસ્થિતિને લીધે આ પાકમાં ભારે નુકસાની પહોંચી હતી.
કેરી નીચે પડી જતા તે ફાટી જાય છે જેથી કેરીમાં ગુણવત્તા જળવાઈ રહેતી નથી અને નીચે પડેલી કેરી જલ્દીથી પાકતી પણ નથી તેથી તેનો ભાવ સારો મળતો નથી આંબાથી ઉતારેલી ગુણવત્તા યુક્ત કેરીના જ સારા ભાવ ખેડૂતોને મળે છે જેથી માવઠામાં ભારે વાવાઝોડા થી જમીનદોસ્ત થયેલો ઘણો પાક ખેડૂતોને લાખોની નુકસાની કરાવી હતી.
હાલ જે કેરી આવી રહી છે તે ગીર પંથક અને જુનાગઢ પંથકની છે જૂનાગઢના વંથલી પંથકના કેરીની માંગ પણ ખૂબ જ રહેલી છે હાલ ધીમી ગતિએ વંથલી પંથકમાંથી કેરીની આવક શરૂ થઈ છે પરંતુ આવનારા દિવસોમાં હાલ જે પાક તૈયાર થઈ ગયો છે અને આ વિસ્તાર કેરી જ્યારે માર્કેટમાં આવશે ત્યારે તેના સારા એવા ભાવ ખેડૂતોને મળશે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોનો એક મણ નો ભાવ આ મુજબ રહ્યો હતો. કાચી કેરીની 2226 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1375 જ્યારે નીચો ભાવ 400 રહ્યો હતો.પાકી કેરીની એક ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 900 જ્યારે નીચો ભાવ 600 રહ્યો હતો.