પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા બાઈક માં લાગી આગ, કેમેરા માં કેદ થઇ પુરી ઘટના, જુઓ વિડિઓ…
પેટ્રોલ પંપ ખાતે એક બાઇક માં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, મોબાઇલ ફોનની રિંગ વાગતાં બાઇક ચાલક કૉલ રિસીવ કરે છે, આ દરમિયાન અચાનક આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ આ વીડિયો છત્તીસગઢના બેમેતરા જિલ્લાના નવાગઢના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
નવાગઢમાં તે સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે બાઇકમાં પેટ્રોલ પૂરાવવા દરમિયાન બાળકની ટેન્કમાં અચાનક આગ લાગી ગઈ. બાઇકમાં આગ લાગવાના તમામ દૃશ્ય ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા. ઘટના ગત 24 જુલાઈની હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પેટ્રોલ પૂરાવતી વખતે બાઇકની ટેન્કમાં અચાનક આગ પકડી લે છે. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીએ સમય સૂચકતા રાખતાં પોતાની અને બાઇક ચાલકને આગની ઝપટમાં આવતા બચાવી લીધા.
વિશેષ સતર્કતા રાખવાની જરૂરઃ પેટ્રોલ પંપ આગ લાગવાના વીડિયો સમયાંતરે સામે આવતા રહે છે. વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરવાની સાથે જ લોકોને સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.
પેટ્રોલ પંપ પર મોબાઇલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેમ છતાંય અનેક લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. વાયરલ વીડિયોને શૅર કરતાં લોકો પેટ્રોલ પંપમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]