આકાશમાંથી આવેલો ઉલ્કાપિંડ ગુજરાતમાં આ જગ્યાએ દરિયામાં પડ્યો, જુઓ વિડીયો

આકાશમાંથી આવેલો ઉલ્કાપિંડ ગુજરાતમાં આ જગ્યાએ દરિયામાં પડ્યો, જુઓ વિડીયો

સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. અત્યંત તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું. પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો તારો ખર્યો હોવાનો ભાસ થતો હતો. જો કે, અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે.

મોટો અગનગોળો નીચે આવતો જોઈ લોકોમાં ડર ફેલાયો

આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ખગોળીય ઘટના જોવા મળી

દરમિયાન મધ્ય પ્રદેશના માળવા તથા મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ શનિવારે રાત્રે એક રહસ્યમય રોશની જોવા મળી હતી. આ ઘટનાને લીધે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સામાન્ય રીતે ‘શૂટિંગ સ્ટાર’ તરીકે ઓળખાતા ઊલ્કાપિંડ હોય છે. જે પૃથ્વીના વાતાવરણમાં અસાધારણ ગતિથી પ્રવેશ કરે છે અગનગોળાની માફક પ્રકાશિત થાય છે. તે પ્રતિ સેકન્ડ 30થી 60 કિમીની ઝડપ ધરાવે છે. તેને લીધે સર્જાતા ઘર્ષણને લીધે ઉલ્કાપિંડ સળગી ઉઠે છે.

સ્પેસ ડેબ્રી અવાર-નવાર પૃથ્વી પર પડતી રહે છે

આકાશમાં અવારનવાર ઉલ્કા પડવા અને પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સ્પેસ ડેબ્રિશ પૃથ્વી પર પડવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આજે વડોદરા અને ગુજરાત સહિત ના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો જે ધીમે ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. આ અગનગોળો જોઈ અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે.

અવકાશી ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીનો પ્રતિભાવ

ઘટનાને નિહાળનાર મૌલિક શાહ સાથે વાત કરતા જણાવ્યું કે, દૂરથી કોઈ બિંદુ જોવા મળ્યું હતું. પછી જેમ જેમ તે નજીક આવતું ગયું તેમતેમ તે મોટું થતું જોવા મળ્યું હતું. પછી તેમાંથી કોઈ ભાગ છૂટો પડતો હોય તેવું જણાયું હતું. અને પછી જોતજોતામાં તે ગાયબ થઈ ગયું હતું. હવે આ શું થયું છે? તેને લઈને મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે. મેં આજે જે જોયું તે અગાઉ ક્યારે જોયું નથી. પણ આ શું હતું તે જાણવામાં ઉત્સુકતા જરૂર છે.

કચ્છ-સૌરાષ્ટ્ર ઉપરાંત આખા ગુજરાતમાં જોવા મળ્યો નજારો

મોડી સાંજે કચ્છ-સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અવકાશી ગોળા જેવો ચમકદાર પદાર્થ જોવા મળ્યો હતો. પહેલી નજરે ઉલ્કાપિંડ જેવો લાગતો આ પદાર્થ પછીથી ખરતો તારો હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું હતું. અલબત્ત આ અંગે વડોદરાના અવકાશી નિષ્ણાત દિવ્યદર્શન પૂરોહિતે જણાવ્યું હતું કે, આ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. આ કાટમાળ અવકાશમાં તરી રહેલા હજારો કૃત્રિમ ઉપગ્રહો કે જેઓ હાલ નકામા થઈ ગયા છે તેમાંના એકનો પણ હોઈ શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *