ખાટલા પર આરામ ફરમાવતા દેખાણા કેસરિયા સિંહ બચ્ચા, જુઓ
સાવરકુંડલા જામનગર ની આજુબાજુના વિસ્તારમાં સિંહ અવાર નવાર આવતા જોવા મળે છે. ઘણી વખત તો સિંહ ગામડા ની અંદર પણ આંટા મારતાં જોવા મળે છે. ગામડામાં ફરતાં સિંહ ના વિડીયો અને ફોટાઓ અવાર નવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે. આ વખતે તો સવાર કુંડલા માં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું.
ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે ઠંડી ખુબ જ વધી રહી છે. જો માણસો ને ઠંડી લાગે તો પછી પશુ અને પક્ષીઓને પણ ખૂબ જ ઠંડીનો અનુભવ થાય જ ને. તો આ સમયે ગીર માં પણ સિંહો પણ ઠંડી થી બચવા માટે જંગલ માંથી ગામ માં આવ્યા.
તમને જણાવી દઈએ કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ત્રણ બાળ સિંહો ખેતર ની અંદર પડેલા ખાટલા ઉપર ચડી ગયા હતા. અને વાયરલ ફોટો માં જોવા મળે છે કે એક બાળ સિંહ ખાટલા નીચે જ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા હતા. આ સમગ્ર ઘટના નો ફોટો સોશિયલ મીડિયા થકી ખુબ વાયરલ થયા છે.
અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાર બાળ સિંહનો ફોટો ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે. ખરેખર બગસરા તાલુકાના હુંડલી ગામ ની અંદર એક ખેતરમાં ગઇરાત્રે ચાર બાળ સિંહ અચાનક આવી ચડયા હતા. આ દરમિયાન રાત્રે ખૂબ જ ઠંડી હતી. તો ઠંડી થી બચવા માટે આ બાળ સિંહ ખૂબ જ ફાંફાં મારી રહ્યા હતા. આ દરમિયાન તે સિંહોને એક ખાટલો નજરે પડે છે.
તમને જણાવી દઇએ કે આ બાળ સિંહો ઠંડીથી બચવા માટે આટલા નો સહારો લીધો હતો એવું લાગી રહ્યું છે. આ ચાર બાળ સિંહો માંથી ૩ બાળ સિંહ ખાટલા ઉપર ચઢેલા જોવા મળ્યા હતા. જે દરમિયાન એક બાળ સિંહ નીચે આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.
જે સમયે આ ચાર બાળ સિંહો ઠંડીથી રાહત મેળવવા માટે અચાનક ખેતરમાં આવી ચડયા હતા, ત્યારે તેઓ ઠંડીથી બચવા માટેનો રસ્તો શોધી રહ્યા હતા. ઠંડીથી બચવા માટે આ ૪ બાળ સિંહો એ ખેતર ની અંદર પડેલા ખાટલા નો સહારો લીધો હતો. જે સમયે હાજર વ્યક્તિએ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઇલના કેમેરામાં લીધા હતા. આ સમગ્ર ઘટના ના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયેલા જોવા મળે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]