કાર લઇ ને આવ્યો પૂલ પર, અને ફસાઈ ગઈ કાર, પછી જુઓ વીડિયો માં શું થયું
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં સોમવારની સવાર સુધીમાં 132 લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના પછી આશરે 150થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે ઇજાગ્રસ્ત લોકોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. બીજી મચ્છુ નદી પર આવેલો પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ લોકોને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, મોરબી હેંગિંગ બ્રિજ પર જવા માટે 675 ટિકિટો વહેચાઈ હતી. ક્ષમતા કરતા ચાર ગણી વધુ ટિકિટ વહેચવામાં આવી હતી. આ બ્રિજ પર 150 લોકોની ક્ષમતા છે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેની પર 400 લોકો હોજર હતા. જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
કહેવાય છે કે કારના ડ્રાઈવરને એ ખબર નથી કે અહીં માત્ર ટુ-વ્હીલ વાહનો જ ચલાવી શકાય છે. તેણે બાઈકને પુલની બહાર નીકળતી જોઈ અને વિચાર્યું કે કાર પણ ચાલશે. પરંતુ પુલ સાંકડો હોવાને કારણે કાર આગળ જતાં ફસાઈ ગઈ હતી. કારનો ચાલક સ્થાનિક ન હોવાનું પણ જણાવાયું હતું. આવી ઘટનાઓને પરિણામે મોટા અકસ્માતો સર્જાય શકે છે.
ગુજરાત રાજ્ય માં આવેલા મોરબી જિલ્લા માં બ્રિજ ધરાશાયી થયાના થોડા દિવસ બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, ભયંકર અકસ્માત ટળી ગયો હતો. ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરા શહેરમાં એક વ્યક્તિ નદી પરના નાના ડ્રોબ્રિજ પર તેની કાર ચલાવે છે. આ ઘટનાનો વીડિયો પણ ઓનલાઈન વાયરલ થયો છે. વીડિયોમાં એક કાર પુલ પર ફસાયેલી દેખાઈ રહી છે. એક વ્યક્તિ પુલ પર તેની કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે
જુઓ વીડિયો:
No lessons learnt post #MorbiBridgeCollapse . Hooligans/tourists from Maharashtra were seen driving a car on a suspension bridge at Yellapura town in Uttara Kannada district of Karnataka. Finally the locals ensured that the car was driven back from the bridge in reverse gear. pic.twitter.com/RvVPOhB8CL
— Harish Upadhya (@harishupadhya) November 1, 2022
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].