દરિયા વચ્ચે આવેલું છે શિયાળબેટ ગામ, કેવી રીતે રહે અહીંયા ના લોકો, જુઓ વિડિયો…
પ્રાચીન સમયમાં સિંહલદ્વિપ તરીકે ઓળખાતું નગર એટલે આ શિયાળબેટ. હાલમાં અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકામાં આવેલો એક ટાપુ છે. શિયાળબેટ ગામ પોતાનો આગવો અને અનેરો ઈતિહાસ ધરાવે છે. ચાવડા વંશજોની રાજધાની રહેલું આ ગામ પીપાવાવ પોર્ટબંદરથી માત્ર ૫ કિ.મી. જ દૂર આવેલું છે.
હાલમાં અહીની મોટા ભાગની વસતિ કોળી સાગરખેડુની છે. જેઓ 8 મહિના દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ છે. ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારાજ જઈ શકાય છે.
‘કાઠિયાવાડ ગેઝેટીયર’ મુજબ ઈ.સ. 1216માં શિયાળ બેટ ચાવડાઓ અને મહેરોને હસ્તક હતો. તે પછી ઈ.સ. 1664 થી 1684 દરમ્યાન જુનાગઢ રાજ્યમાં ફોજદાર સરદારખાને અહીં ચુસ્ત બંદોબસ્ત મૂકી ચાવડાઓ મહેરો દ્વારા થતી ચાંચીયાગીરી ખતમ કરી હતી. પરંતુ પોર્ટુગીઝોએ દીવ સર કરતાં તેમની નજર શિયાળબેટ પર પણ પડી.
શિયાળબેટની પૂર્વ દિશાએથી દરિયાઇ માર્ગે મુંબઇ અને વલસાડ બાજુ અને બાકીની દિશાએથી વેરાવળના દરિયાકાંઠાઓ સુધી જવાય છે. શિયાળબેટની નજીક પીપાવાવ અને સિમેન્ટ ઉદ્યોગની જેટીઓ આવેલી છે. શિયાળબેટમાં હ્રદય 2016 સુધી લાઇટ ન હતી. એટલે તેને અંધારિયા ટાપુ તરીકે પણ ઓળખવામાં આવતો. આ અગાઉ લાઇટ માટેના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા જે નિષ્ફળ ગયા હતા. છેવટે આનંદીબેન પટેલનાં સમયગાળા દરમિયાન દરિયામાં કેબલ પાથરીને લગભગ 18 કરોડનાં ખર્ચે લાઈટ પહોચાડવામાં આવી હતી.
શિયાળબેટ ચારેતરફ દરિયાથી ભલે ઘેરાયેલ પ્રદેશ હોય પણ અહીંના કુવા અને વાવના પાણી નારિયેળના પાણી જેવા મીઠાં છે. આવું જોઇએ ત્યારે એમ થાય કે કુદરતની આ કરામત આગળ આપણે માનવો કેવા વામણા છીએ. ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ લીખીત નવલકથા ‘સમુદ્રાન્તિકે’ મા પણ શિયાળબેટનો ઉલ્લેખ કરેલો છે.
જુઓ વીડિયો:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @The Best Vlog નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]