કચ્છના ખારા રણમાં વાછડાં દાદાનો ચમત્કાર, આજે પણ જમીનમાંથી નીકળે છે મીઠું પાણી, જુઓ Video
વચ્છરાજ દાદાનો જન્મ કાલરી ગામમાં હાથીજી સોલંકી ને ત્યાં પ્રથમ સંતાન તરીકે વિક્રમ સંવત ૧૧૧૭ ના ચૈત્ર સુદ સાતમ ને સોમવારે ઈસ ૧૦૬૧ મા માતા કેસરબાઈ ની કૂખે ઈશ્વરીય અંશાવતાર ગૌ સેવક વીર વચ્છરાજ દાદા અવતર્યા હતા. નાનપણ થી જ દાદાને ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો વચ્છરાજ દાદાના લગ્ન કુવરગામના સતી પુનાદે સાથે વેવિશાળ અને વિવાહ થાય છે પરંતું ત્રીજા ફેરા ચોરીમાં ફરે તે પેલા જ સમાચાર મળે છે કે કુંવર ગામની ગાયોના ધણ ને લુંટારા લઈ ગયા છે અને વચ્છરાજ દાદા તરત જ ચોરી એ થી ઉતરી ને દાદા ગાયો બચાવવા માટે હાથમાં શિહોરી તલવાર અને રતન ઘોડી લઈ ને નીકળી પડે છે અને દુશ્મનોને મારી ને ગાયો પાછી વાળીને દાદા આવે છે
અને ત્રીજા ફેરાની તૈયારી કરે છે ત્યાં કુંવરગામના વિધવા ચારણઆઈ દેવલબાનો વિલાપભર્યો સુર સંભળાયો કે આખા ગામની ગાયો આવી પણ જેના દૂધે દીવા બળે એવી મારી વેગડ ગાય પાછી નથી આવી વાછરા બાપ!વેગડના દર્શન પછી જ માટે અન્ન જળ લેવાના નીમ છે આટલું સાંભળતા જ ક્ષત્રિય રાજપુત ગૌબ્રાહ્મણ પ્રતિપાળ શુરવીર વચ્છરાજ દાદા વેગડ ને પાછી વાળવા નીકળે છે અને દાદા દુશ્મનો સામે લડતા લડતા દાદાનું માથું ગૌખરીબેટમાં પડ્યું અને ધડ આજના વચ્છરાજબેટમાં પડ્યું જ્યાં દાદાની સમાધિ આવેલી છે.
વચ્છરાજ બેટમાં ચારેતરફ નજર નાખો ત્યાં માત્ર રણ અને રેતી સિવાય કશુંજ જોવા ન મળે ,વચ્છરાજ બેટ સૌકાથી હિન્દુ આસ્થાળુંઓ માટે શ્રદ્ધા અને ભક્તિના સ્થાનક તરીકે લોક હૈયામાં અનેરું સ્થાન અને માન ધરાવે છે.કચ્છના નાના રણમાં નાના મોટા થઈને દશ થી બાર બેટ આવેલા છે પરંતુ વચ્છરાજ બેટની વાત જ કઈક અલગ છે .આ નાનકડા બેટ ઉપર વચ્છરાજ દાદાની શૂરવીરતાની પ્રતીતી કરાવતું દેવળ મંદિર મોજૂદ છે.
વર્ષો પહેલા સરસ્વતી નદી કચ્છના નાના રણ માં પસાર થતી હતી જે અત્યારે લુપ્ત થઇ ગઈ છે પણ વીર વાછડા દાદા ના પ્રતાપે આજે પણ આ એકજ જગ્યાએ અહીં ચમત્કારીક સરસ્વતી નદી નું મીઠું પાણી મળે છે જે દાદા નો પ્રતાપ કહી શકાય. કચ્છના નાના રણ માં વીર દાદા વાછરા દાદા નું મોટું મંદિર આવેલું છે ત્યાં આજુબાજુના બધી જગ્યાએ તમને ખારું પાણી જોવા મળે છે તે વાછડાદાદાનો પ્રતાપ કહી શકાય. વચ્છરાજ બેટની મરું ભૂમિમાં મીઠા જળની અખૂટ વીરડી છે.વચ્છરાજ દાદાનું મંદિર, ગૌશાળા,તેમજ ધર્મશાળામાં અલખની ધૂણી હોય છે
જીઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BM ROJASRA નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મોર એ બધા ને વિચાર માં મૂકી દીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]