90 કિલોમીટરની માઇલેજ મળશે Hero HF100 બાઇકમાં, જાણો કેટલી છે કિંમત

90 કિલોમીટરની માઇલેજ મળશે Hero HF100 બાઇકમાં, જાણો કેટલી છે કિંમત

દેશની સૌથી મોટી બાઇક નિર્માતા કંપની Hero MotoCorp તમામ વર્ગો માટે બાઇક બનાવે છે. હીરો મોટોકોર્પે ઓછા બજેટવાળા કસ્ટમરો (Low Budget Motorcycle) માટે Hero HF 100 બાઇક રજૂ કરી છે. કંપનીએ આ બાઇકની કિંમત માત્ર 49,500 રૂપિયા રાખી છે. જેને તમે સરળતાથી ખરીદી શકો છો. બીજી તરફ, તમે વિચારી રહ્યા છો કે હીરો મોટોકોર્પની આ સસ્તી બાઇક કંઈ ખાસ નહીં હોય તો અમે આપને જણાવીએ દઈએ કે બાઇક મોંઘી બાઇકના મુકાબલે ઘણી સારી છે. આવો જાણીએ આ બાઇક વિશે બધું જ…

Hero HF 100 બાઇકમાં મળે છે શ્રેષ્ઠ માઇલેજ- હીરો મોટોકોર્પનો (Hero Motocorp) દાવો છે કે તેમની HF 100 બાઇક બીજી બાઇકની તુલનામાં 9 ટકા વધુ માઇલેજ (Hero HF 100 Mileage) આપે છે. બીજી તરફ, કંપનીનું કહેવું છે કે આ બાઇકની પિકઅપ ((Hero HF 100 Pick-up) પણ બીજી બાઇક્સની તુલનામાં 6 ટકા વધુ સારી છે.

Hero HF 100ના ફીચર્સ- આ બાઇકમાં તેના પહેલાના મોડલની જેમ પ્રીમિયમ ફીચર્સ (Hero HF 100 Features) નથી આપવામાં આવ્યા. તેમાં હીરો કંપીએ મેટલ ગ્રેબ રેલની સાથે બ્લેક થીમ પર તૈયાર એક્ઝોસ્ટ અને ક્રેશ ગાર્ડ આપવામાં આવ્યું છે. કંપનીએ એલોય વ્હીલની સાથે ટ્યૂબલેસ ટાયર પણ આપવામાં આવ્યું છે , જે તેની કિંમતના હિસાબથી શ્રેષ્ઠ બનાવે છે.

Hero HF 100નું એન્જિન- હીરો કંપનીએ (Hero Motocorp) આ બાઇકમાં 97.2ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિન (Hero HF 100 Engine) આપ્યું છે, જે 8.36PSના પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ બાઇકમાં ફ્યુઅલ ઇન્જેક્ટ ટેકનીક પણ આપી રહી છે, જે તેના પર્ફોમન્સ અને માઇલેજને વધુ સારા બનાવે છે. Deluxe મોડલના 9.6 લીટરના મુકાબલે કંપનીએ તેમાં 9.1 લીટરની ક્ષમતાની ફ્યૂઅલ ટેન્ક (Hero HF 100 Fuel Tank) આપી છે. બાઇકનું કુલ વજન 110 કિલોગ્રામ છે. 805mmની સીટની સાથે આ બાઇકમાં 165mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ બાઇકની મુકાબલો માર્કેટમાં પહેલાથી ઉપસ્થિત બજાજ ઓટો Bajaj Auto)ની Bajaja CT100 સાથે થશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *