દિલીપ જોશી માદરે વતન પહોંચ્યા, ભુજમાં BAPS સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન

દિલીપ જોશી માદરે વતન પહોંચ્યા, ભુજમાં BAPS સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી ને મનોરંજન ઉદ્યોગમાં કોઈ પરિચયની જરૂર નથી. ઘણા એ-લિસ્ટર કલાકારો સાથે કામ કરવાથી લઈને ટેલિવિઝન જગતમાં સફળ કારકિર્દી સુધી, દિલીપ તેના ચાહકોમાં અત્યંત લોકપ્રિય છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલ ચંપકલાલ ગડા ના પાત્રને કારણે દરેક ઘરના લોકો તેમને ઓળખે છે. આજે દિલીપ જોશી તેમના માદરે વતનની મુલાકાતે પહોંચ્યા છે, તેમણે ભુજ બીએપીએસ મંદિર માં દર્શન કરી સંતોના આશિર્વાદ લીધા છે.

દિલીપ જોશીએ ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા – તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ભુજમાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા છે. દિલીપ જોશીએ મંદિરમાં સંતો સાથે પણ તેમણે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા, તેમને જોવા ફેન્સની પણ ભીડ લાગી ગઈ હતી.

દિલીપ જોશીએ સોમનાથ દર્શન કર્યા – તમને જણાવી દઈએ કે, દિલીપ જોશી તેમની પુત્રીના લગ્ન બાદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, આ પહેલા તેમણે સોમનાથ મહાદેવે પણ દર્શન કર્યા હતા, ત્યારબાદ આજે તેમના માદરે વતન કચ્છ એટલે કે ભુજમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, અહીં તેમણે સંતોના આશિર્વાદ પણ લીધા હતા.

તારક મહેતા શો છોડવા પર દિલીપ જોશીએ શું કહ્યું? – ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલનું પાત્ર ખુબ જ લોકપ્રિય છે, થોડા દિવસ પહેલા સાચાર આવ્યા હતા કે, દિલીપ જોશી શો છોડી રહ્યા છે, આ અંગે દિલીપ જોશીએ પ્રતિક્રિયા આપી હતી. દિલીપે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે શો સારો ચાલી રહ્યો છે, તો તેને કોઈ અન્ય વસ્તુ માટે કેમ શો છોડી દેવો જોઈએ.”

દિલીપ જોશી આ શો પહેલા બેરોજગાર હતા – TMKOC છોડતા દિલીપ જોશીએ એમ પણ કહ્યું કે, આ શોને કારણે તેમને ઘણો પ્રેમ મળ્યો છે અને તે તેને બરબાદ ન કરી શકે. “લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને શા માટે હું કોઈ કારણ વિના તેને બરબાદ કરવા માંગુ,” તેમણે કહ્યું. દિલીપ જોશી આ શો પહેલા બેરોજગાર હતા, તેમણે કહ્યું, ” મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે સાઇન કર્યું તે પહેલાં, મારી પાસે કોઈ કામ નહોતું, હું જે સિરિયલમાં કામ કરતો હતો તે ઓફ એર થઈ ગઈ હતી.”

શો પહેલા દિલીપ જોશી બેરોજગાર હતા – દિલીપે આગળ કહ્યું, “હું જે નાટકનો ભાગ હતો, તેનો રનટાઈમ પૂરો થઈ ગયો હતો. તેથી, મારી પાસે કોઈ કામ નહોતું. તે મુશ્કેલ સમય હતો અને મને ખબર ન હતી કે, હવે મારે શું કરવું અથવા મારે મારું ક્ષેત્ર બદલવું જોઈએ. પરંતુ ભગવાનની કૃપાથી મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઑફર મળી અને તે એટલી હિટ થઈ કે પાછું વળીને જોયું જ નથી.”

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *