વર્લ્ડકપ બાદ શું રાહુલ દ્રવિડનો ટીમ ઇન્ડિયા સાથેનો કરાર ખતમ? હવે ફેંસલો BCCIના હાથમાં
ભારતીય ક્રિકેટ ટીમનું ICC ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. આ વખતે ઘરઆંગણે રમી રહેલી ટીમ ઈન્ડિયાએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી હતી અને તે માત્ર ફાઈનલ હતી. ભારતીય ટીમની હાર સાથે કોચ રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે તે ફરી કોચ રહેશે કે કેમ તે બોર્ડ નક્કી કરશે
રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો !
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાના મિશન સાથે ટીમ ઈન્ડિયાના કોચનું પદ સંભાળ્યું હતું. ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીને 2021માં T20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર રસ્તો બતાવ્યો હતા. બીસીસીઆઈએ તેમનો કાર્યકાળ વધાર્યો ન હતો. રાહુલ દ્રવિડને માત્ર બે વર્ષ માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા સાથે તેનો કરાર 2023 વર્લ્ડ કપ સુધી જ હતો. ભારતીય ટીમ ફાઇનલમાં હારી અને રનર અપ થઈ છે
દ્રવિડ અને તેની સાથે કામ કરતા કોચિંગ સ્ટાફનો કરાર સમાપ્ત થઈ ગયો છે. આ સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ જવાબદારી સંભાળશે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પોતાની ઈનિંગ્સ ચાલુ રાખશે કે નહીં તે BCCIના હાથમાં છે. ભારતીય ટીમ સાથેના તેના કામની સમીક્ષા કર્યા બાદ બોર્ડ નિર્ણય લેશે કે દ્રવિડનો કાર્યકાળ લંબાવવો કે નહીં.
જોકે બોર્ડે આ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરશે. ક્રિકેટ સલાહકાર સમિતિ કોચની સમગ્ર પ્રક્રિયા સાથે આ અંગે નિર્ણય લેશે. વર્ષ 2019માં રવિ શાસ્ત્રીને કોચ તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ODI વર્લ્ડ કપ પછી તરત જ ભારતે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. મળતી માહિતી મુજબ, દ્રવિડ આ સિરીઝમાં ટીમ સાથે નહીં હોય. તેમની જગ્યાએ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ આ જવાબદારી સંભાળશે.