દ્વારિકા ના દરિયા ની મધ્યમાં જ બિરાજે છે ભડકેશ્વર મહાદેવ, આ જગ્યાએ મહાદેવ સાક્ષાત પ્રગટ દર્શન આપે છે- જાણો ઇતિહાસ…

દ્વારિકા ના દરિયા ની મધ્યમાં જ બિરાજે છે ભડકેશ્વર મહાદેવ, આ જગ્યાએ મહાદેવ સાક્ષાત પ્રગટ દર્શન આપે છે- જાણો ઇતિહાસ…

આપણા દેશમાં ધાર્મિક સ્થળોની કોઈ કમી નથી. અહી હજારો ધાર્મિક સ્થળો છે, જ્યાં કરોડોની સંખ્યામાં ભક્તો પ્રભુ પાસે પોતાના દુઃખ અને સમસ્યા લઈને આવે છે. એમાંથી એવું જ એક ધામ છે દ્વારકાનગરી. દ્વારિકાનગરી એટલે પ્રભુશ્રી કૃષ્ણનું ધામ. આ દ્વારીકાનગરી આખી દુનિયાના શ્રધ્ધાળુઓ માટે પાવન તથા પવિત્ર તીર્થસ્થાન છે. દ્વારકા જતા લોકો દ્વારિકાધીશના મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. પણ ત્યાં બીજા પણ ઘણા દેવસ્થાનો છે. શું તમે એના વિષે જાણો છો. આજે અમે એવા જ એક મંદિર વિષે જણાવીશું જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

જણાવી દઈએ કે દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ એક થી બે કી.મી. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. અને આ મંદિર ભોલેનાથનું છે. આ મંદિર અમ તો નાનું છે, અને તે છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો આ મંદિર દરિયામાં એક શિલા પર આવેલું છે. મહાદેવનું આ મંદિર દરેક શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું કેન્દ્રસ્થાન બન્યું છે. જણાવી દઈએ કે આ મંદિરમાં જવા માટે દરિયાઈ માર્ગની મદદ લેવી પડે છે.

આ મંદિર વિષે એવી માન્યતા છે કે અહી મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર આજ કાલનું નહિ પણ હજારો વર્ષ જુનું છે. અને મહાદેવના આ પવિત્ર મંદિર માંથી સમુદ્રના પશ્ચિમ કિનારે આવેલું દ્વારકાના મુખ્ય મંદિરની બાવન ગજની ધજા ફરકતી જોવી એક અલગ અનુભવ કરાવે છે. આ દ્રશ્યનો લ્હાવો બધાથી અલગ છે.

તેમજ એની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ જણાવી દઈએ, કે આ મંદિરનો સંબંધ વાઘેર વીર માણેક અને મૂળુ માણેક સાથે છે. અંગ્રેજો તથા તેની શરણમાં રહેલા રજવાડાઓની સામે બારવટે ચડેલા જોધા-મૂળુ માણેકની વાત ઓખામંડળ સાથે આખા રાજ્યમાં જાણીતી છે.

ચાલો એના વિષે થોડી બીજી માહિતી પણ જણાવીએ. આ એ સમયની વાત છે જ્યારે વાઘેર બંધુઓએ ભડકેશ્વર મહાદેવના મંદિરમાં લાંબા સમય સુધી આશ્રય લીધો હતો. તેમણે આજ મંદિરમાં મૃત્યુ સુધી હથિયારના મુકવાનો પ્રણ પણ લીધો હતો.

આ મહાદેવના આશિર્વાદથી જ અમરેલીની કોર્ટમાં મૂળુ માણેક બોલ્યો કે, ‘મારા એક હાથમાં તલવાર રહેશે અને મારો બીજો હાથ મૂછ પર રહેશે, અને કદાચ જો ત્રીજો હોત તો પણ હું અંગ્રેજોને સલામી આપીશ નહિ.’

શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન દૂર-દૂરથી ભક્તો અહી દર્શન કરવાં આવે છે. આ ઉપરાંત શિવરાત્રી પર અહી મોટા મેળાનું આયોજન પણ થાય છે. જો તમે ક્યારેય પણ દ્વારકાના દર્શને જાવ, તો ભડકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત અવશ્ય લેજો.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *