હનુમાનજી પૃથ્વી પર આ પર્વત પર બિરાજે છે મળી રહ્યા છે આવા સંકેત….
ઋુષિ માર્કન્ડ, કૃપાચાર્ય, અશ્વત્થામા, ઋષિ વ્યાસ, વિભિષણ, બાલી અને પરશુરામ એવા પૌરાણિક પાત્ર છે જેમને હિન્દુ શાસ્ત્રોમાં ચિરંજીવી ગણવામાં આવે છે. ચિંરજીવીનો અર્થ દીર્ધાયુ અથવા અમર તેવો થાય છે. જેમાંથી એક હનુમાન પણ છે, જેમને દીર્ધાયુનું વરદાન માં સીતાએ આપ્યુ હતું. જ્યારે તેઓ શ્રીરામનો સંદેશ લઈને માતા સીતા પાસે જાય છે, ત્યારે માતા સીતે તેમને અમર થવાનું વરદાન આપે છે. માન્યતાઓ અનુસાર, કૈલાશ પર્વતથી ઉત્તર દિશાની તરફ એક જગ્યા છે, જ્યાં હનુમાનજી અત્યારે પણ રહે છે. હનુમાનજીના આ નિવાસ સ્થાનનું વર્ણન કેટલાંક ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.
ગંધમાદન પર્વત પર રહે છે હનુમાન
શાસ્ત્રોના અનુસાર, કળયુગમાં હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. એક કથા અનુસાર, પોતાના અજ્ઞાતવાસ દરમિયામ હિમવંત પાર કરીને પાંડવો ગંધમાદન પાસે પહોંચ્યા હતા. એક વાર ભીમ સહસ્ત્રદળ કમળ લેવા માટે ગંધમાદન પર્વતના જંગલમાં પહોંચ્યા હતા, ત્યારે હનુમાનજીને ત્યાં આરામ કરતા જોઈને ભીમે તેમને પોતાની પૂંછને માર્ગમાંથી હટાવા માટે કહ્યું ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેઓ જાતે હટાવી દે પરંતુ ભીમ પોતાની તાકાતથી તેમની પૂંછને હટાવી શકયા નહીં.
શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે ગંધમાન પર્વત કૈલાશ પર્વતની ઉત્તરની દિશામાં આવેલો છે, જ્યાં મહર્ષિ કશ્યપે તપસ્યા કરી હતી. આ પર્વત પર ગંધર્વ, કિન્નરો, અપ્સરાઓ અને ઋષિઓનું નિવાસ સ્થાન હતું. તેની ટોચ પર કોઈ પણ વાહનથી પહોંચવું અસંભવ માનવામાં આવે છે.
વર્તમાનમાં કયાં છે ગંધમાદન પર્વત
ગંધમાદન પર્વત હિમાલય કૈલાશ પર્વતની ઉત્તર દિશાની તરફ છે. આ પર્વત કુબેરના રાજ્યક્ષેત્રમાં હતો. સુમેરુ પર્વતની ચારે દિશાઓમાં ગજદંત પર્વતમાંથી એકને તે સમયે ગંધમાદન પર્વત કહેવામાં આવતો હતો. આજે આ વિસ્તાર તિબેટના વિસ્તારમાં છે. તેમજ આ નામથી બીજો એક પર્વત રામેશ્વરમની પાસે છે, જ્યાં હનુમાનજીએ સમુદ્ર પાર કરીને છલાંગ લગાવી હતી.
ગંધમાદન પર્વત પર બન્યુ મંદીર
ગંધમાદન પર્વત પર એક મંદિર બનાવામાં આવ્યું છે, જેમાં હનુમાનજીની સાથે શ્રીરામ-સીતાની મૂર્તિઓ પણ છે. કહેવામાં આવે છે કે આ પર્વત પર ભગવાન શ્રીરામ પોતાની વાનર સેના સાથે બેસીને યુધ્ધની યોજના બનાવતા હતા. લોક માન્યતાઓ અનુસાર, આ પર્વત પર ભગવાન રામના પગના નિશાન પણ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં