ખેડૂતો સાવધાન, અંબાલાલ પટેલે ની આગાહી
ગુજરાતમાં ભરઉનાળે ગરમીને બદલે માવઠાની સિઝન જામી છે. એક પછી એક માવઠા ખેડૂતોના તૈયાર પાકને નુકશાન પહોચાડી રહ્યા છે. જેનુ સૌથી વધુ નુકશાન ખેડૂતો ને થ ઈ રહ્યુ છે. તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે.
સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠા અંગે મોટી આાગહી કરી છે. અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન બાબતે ખૂબ જ નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી પડે છે. તેમણે આગાહિ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠા ચાલુ રહેશે.
કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, અત્યારના હવામાનને કારણે બાગાયતી પાકો જ નહીં પરંતુ અનાજના પાક અને કપાસનાં પાકમાં ઇયળો નો ઉપદ્રવ વધવાની શકયતા રહેશે. જ્યારે કેરીના પાકમાં આંબાના મોર જ ગળી જશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની શકયતા છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન થવાની શકયતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈથી વરસાદ શરૂ થશે, ત્યારબાદ 11 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ ની આગાહી છે. પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ ની આગાહી છે.