લોક ગાયિકા અલ્પાબેન પટેલ ની પરિવાર સાથે ની સુંદર તસવીરો…
ગુજરાતી સંસ્કૃતિ અને કલ્ચર ને આગળ વધારવામાં ગુજરાતના દરેક લોક કલાકારો નો અમૂલ્ય ફાળો જળવાઈ રહ્યો છે. જેમાંથી આગળ પડતું નામ એટલે કે અલ્પાબેન પટેલ છે. અલ્પાબેન આજે ગુજરાતના દરેક ઘરની અંદર જાણીતા બન્યા છે. અલ્પાબેન પટેલ ની જિંદગી ખૂબ જ સંઘર્ષ ભરેલી રહી છે. માત્ર એક વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. અલ્પાબેન ની માતા અને તેના ભાઈએ મજૂરી કરીને અલ્પાબેન ને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો હતો.
પહેલા તો અલ્પાબેન પટેલ ને એક પ્રોગ્રામ કરવાના માત્ર ૫૦ રૂપિયા મળતા હતા. પરંતુ આજે અલ્પાબેન ના ડાયરા ની અંદર હજારો રૂપિયાનો વરસાદ થાય છે. માહિતી મળી છે કે ગુજરાતી લોક ગાયક કલાકાર અલ્પાબેન પટેલે સગાઈ કરી લીધી છે. તેવા માં આપણા સૌ કોઈના મનની અંદર એક સવાલ ઊભો થતો હશે કે, અલ્પાબેન પટેલ કોની સાથે તેમની સગાઇ કરવામાં આવી??. તો ચાલો આજે આ લેખ ની અંદર આપણે તમામ વિગતવાર માહિતી જાણીશું.
મળતી માહિતી પ્રમાણે હાલમાં અલ્પાબેન પટેલ સગાઈ કરીને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. વાત જાણીને નવાઈ લાગશે કે ખૂબ જ પ્રખ્યાત સિંગર હોવા છતાં અલ્પાબેન પટેલ એ એક સામાન્ય વ્યક્તિ સાથે સગાઈ કરી છે. જે જાણીને આપણને ખૂબ જ આશ્ચર્ય લાગશે. ગુજરાતના લોક પ્રખ્યાત લોક ગાયક અલ્પા બેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ની અંદર પોતાની સગાઈની કેટલીક તસવીરો પોસ્ટ કરી ને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.
અલ્પાબેન પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ ની અંદર ફોટો મૂકતી વખતે, તેમનું ઈન્સ્ટાગ્રામ આઇડી ટેગ કર્યું છે. જેની અંદર તેમનું નામ ઉદય ગજેરા તરીકે જાણવા મળી રહ્યું છે. આ ઉપરથી સાબીત થાય છે કે તેઓ સામાન્ય વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ ની આ સગાઈ તેમના પારિવારિક સંબંધોને આધારિત જ થઈ હોય તેવું માનવા માં આવે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર આ સુંદર કપલ ના ફોટાઓ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
આપણે ફોટા ની વાત કરીએ તો, અલ્પાબેન પટેલ ચણિયાચોળી પહેરેલી જોવા મળે છે. જેની અંદર અલ્પાબેન પટેલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ફોટામાં બેન પટેલ તેમના પરિવારની સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટા ની અંદર અલ્પાબેન પટેલ ઉદય ગજેરા નું પરિવાર જોવા મળે છે.
આ ઉપરાંત અલ્પાબેન પટેલ નો જન્મ ૧૯૮૯માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામમાં થયો હતો. અલ્પાબેન પટેલ જ્યારે એક જ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તે સમયે અલ્પાબેન પટેલના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અલ્પાબેન પટેલ ના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ નો ઉછેર સુરતની અંદર પોતાના મામાના ઘરે થયો હતો. અલ્પાબેન પટેલે જૂનાગઢ જિલ્લાની અલગ અલગ શાળાઓમાં ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાબેન પીટીસી નો અભ્યાસ કર્યો હતો.
આ પછી માતા અને ભાઈ ને મદદરૂપ થવા માટે અલ્પાબેન પટેલ એ નાની ઉંમરમાં જ સિંગિંગ ની શરૂઆત કરી હતી. જ્યારે અલ્પાબેન પટેલ 11 વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ સુરત રહેતા હતા ત્યારે સૌપ્રથમ વખત એમને ગાવાનો મોકો મળ્યો હતો. આ પ્રોગ્રામ અંદર અલ્પાબેન પટેલ ને ગાવાના માત્ર પચાસ રૂપિયા મળ્યા હતા.
અલ્પાબેન પટેલ નું જીવન ખૂબ જ સાદુ અને સાદગીભર્યું છે. આ ઉપરાંત અલ્પાબેન પટેલ અવારનવાર સોમનાથ મુલાકાત લે છે. અલ્પાબેન પટેલ ને ભેટ સ્વરૂપ ૫૦થી વધુ એવોર્ડ અને સન્માન પત્ર મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આજે અલ્પાબેન ને ડાયરા અને સંતવાણીના પ્રોગ્રામ કરવા બદલ ૧ લાખથી લઈને ૧.૨૫ લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે. અલ્પાબેન પટેલ ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ પ્રોગ્રામ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]