મોગલધામ ભગુડાનો ઇતિહાસ, દરેક લોકોએ શ્રદ્ધાથી એકવાર આ કામ કરવું જોઈએ..
મા મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. અહીં આહીરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર થતા હતાં. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા.
કાપડામાં મા મોગલ દેતાં કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓનાં દુઃખ આ માતાએ હર્યાં છે. આથી તું પણ તારા નેસમાં જઈ આઈનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસમાં કોઈથી દુઃખ ડોકાશે પણ નહીં. આ પછી આહીરના એ માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી મા મોગલે સમગ્ર આહીર સમાજનાં દુઃખ દૂર કર્યાં. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.
ઐતિહાસિક માહાત્મ્ય: પાંડવો, દ્રોપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રોપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રોપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમને હસવું આવે છે. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર અટ્ટહાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જશો.
કૃષ્ણે સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હોય તે માગી લેશો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દૂર જતો રહેજે.
જોકે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેબતાઈ જાય છે. તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રોપદીએ અચાનક જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી.
ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારી સો જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ઉકળી ઊઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે મા મોગલ.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dharmik Vato નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મંદિર નો ઇતિહાસ છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]