પાવાગઢ મા આવેલ સોળમી સદી ની હેલિકલ વાવ, કેમ વાવ ની અંદર નથી જતા કોઈ જાણો, જુઓ વિડિયો…

પાવાગઢ મા આવેલ સોળમી સદી ની હેલિકલ વાવ, કેમ વાવ ની અંદર નથી જતા કોઈ જાણો, જુઓ વિડિયો…

પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મહાકાળી મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે. અહીંયા ગામની રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર “યુનેસ્કો” ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.

મો હે જો દડોના સમયથી માંડી 19મી સદી સુધીમાં આપણે ત્યાં વાવ-કૂવા-તળાવ-કુંડ જેવાં સ્થાપત્યોનું પાણીના સંગ્રહ માટે વ્યાપક પ્રમાણમાં નિર્માણ થવા પામ્યું છે. ચાંપાનેરની હેલિકલ વાવ જ્યારે ચાંપાનેર ગુજરાતનું પાટનગર હતું ત્યારે લગભગ 16મી સદીની શરૂઆતમાં ઈંટ, પથ્થર અને ચૂનાથી બનેલી આ વાવ દીવાલને સાંકળીને ગોળ ગોળ સીડી રૂપે રચાયેલાં પગથિયાં ઠેઠ તળિયાં સુધી જાય છે. નેવુંથી બાણું પગથિયાં ઊતરીને તળિયાં સુધી પહોંચી શકાય છે.

ડ્રોન કેમેરાના માધ્યમથી કેમેરાને સેન્ટર પોઇન્ટે રાખી આખી વાવને ગોળાકાર પગથિયાં સાથે બતાવેલી છે. લીલાછમ બગીચામાં આવેલી આ વાવ શિવલિંગ કે તાળાની વચ્ચેના ભાગ જેવું દૃશ્ય લાગે છે. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં સામેલ છે. ચાંપાનેર, પાવાગઢમાં હેલિકલ વાવ તેમજ અન્ય 114 જેટલાં નિર્ધારિત સ્મારકોની શૃંખલા આવેલી છે.

આ ડરામણી વાવ, ગુજરાતના ચાંપાનેરમાં આવેલી છે. તે 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તે 1.2 મીટર ઊંડું છે. આ વાવ ગુજરાતના અન્ય વાવ કરતા સાવ અલગ છે. તેમાં દિવાલની સાથે સર્પાકાર સીડી છે. અહી વાવ માં ઊંડે સુધી જઈ શકાય છે પણ ઘણી વાર ચોમાસા માં વરસાદ ને કારણે વાવ માં વધુ પાણી ભરાય જવાથી વધુ અંદર જઈ શકતા નથી.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @AJ78 Vlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ હેલિકલ વાવે બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *