પાવાગઢમાં મહાકાળી માતાના નવા મંદિરના સ્વર્ણ શિખર ની શું વિશેષતા છે જાણો…

પાવાગઢમાં મહાકાળી માતાના નવા મંદિરના સ્વર્ણ શિખર ની શું વિશેષતા છે જાણો…

યાત્રાધામ અને શક્તિપીઠ પાવગઢ (Pavagahd) ખાતે હાલ નવીનીકરણ અને વિકાસ નું કાર્ય અંતિમ તબક્કામાં છે ત્યારે મહાકાળી નિજ (Mahakali Nij Temple) મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ (Suvarna Kalash) પ્રસ્થાપિત કરવા માં આવ્યા છે.જે હાલ ભક્તો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. શક્તિપીઠ પાવગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલા મુખ્ય શિખર પર સોના ના સાત કળશની પ્રતિષ્ઠા કરવા માં આવી છે

મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલા કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવા માં આવી છે. કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો.

મંદિરના અન્ય 2 ફૂટ ના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચઢાવી કળશ સ્થાપીત કરવામાં આવ્યા હતા.આ કડશો હાલ પાવગઢ મંદિર ની શોભા વધારી રહ્યા છે અને ભક્તો માં પણ આકર્ષક ઉભું કરી રહ્યા છે.

હાલ નિજ મંદિર પર 2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર રૂા .14.50 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું છે.

પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @AJ78 Vlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *