શું તમે અલ્પા પટેલના લગ્નના આ ફોટાઓ જોયા? લાગે છે એટલા સુંદર કે તમે જોતા જ રહી જશો…

શું તમે અલ્પા પટેલના લગ્નના આ ફોટાઓ જોયા? લાગે છે એટલા સુંદર કે તમે જોતા જ રહી જશો…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક યુગલો આ લગ્નના પાવન અવસર પર એક બીજા સાથે હંમેશા માટે જોડાઈ જશે અને દરેક પરિસ્થિતિમા અને જીવનના દરેક તબ્બકે એક બીજાનો સાથ દેવાના વચનો આપશે. હાલમાં દરેક લોકો લગ્નના રંગે રંગાઈ ગયા હોઈ તેવું લાગે છે. જો કે હવે લગ્નનો રંગ સામાન્ય વ્યક્તિ ની સાથો સાથ સેલિબ્રિટી પર પણ ચડી ગયો છે.

આપણે સૌ જાણીએ છિએ કે લગ્નના આ સમયગાળા માં અનેક કલાકારો દ્વારા પોતાના જીવનની નવી શરૂઆત કરવામાં આવી છે જેમાં હવે અલ્પા પટેલ નું નામ પણ જોડાઈ ગયું છે. આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ગુજરાતના એક લોકપ્રિય ગાયક છે તેમણે પોતાના અવાજના જાદૂથી અનેક લોકોને નચાવ્યા છે પોતાના અવાજથી લાખો લોકોના દિલો પર રાજ કર્યું છે તેવામાં જ્યારથી લોકોની અલ્પાબેન પટેલ સગાઈ ની માહિતી મળી હતી ત્યારથી જ લોકો તેમના લગ્ન અને જીવનસાથી વિશે માહિતી મેળવવા માંગતા હતા જેને લઈને હાલમાં લોકોમાં ભારે ઉત્સાહ છે અલ્પા બેનના લગ્નથી ફેન્સમાં હરખ નો માહોલ છે.

જણાવી દઈએ કે અલ્પાબેન પટેલ ના લગ્ન ઉદય ગજેરા સાથે થયા છે જો વાત ઉદય ગજેરા વિશે કરીએ તો જણાવી દઈએ કે ઉદય કોઈ કલાકાર કે સિંગર નથી જોકે હાલમાં તેમને લઈને કોઈ વધુ માહિતી મળી નથી મિત્રો આપણે સૌ જાણીએ કે ગુજરાતી સંગીત અને સંસ્કૃતિ ની મહેક વર્ષોથી લોકોમા જોવા મળે છે લોકોને ગુજરાતી ગીતો, અને ભજનો, ઉપરાંત આખ્યાન, ડાયરા પ્રભાતિયા અનેક વસ્તુ લોકો ને ઘણીજ પસંદ આવે છે તેવામાં હવે ગુજરાતી સંગીત ના ચાહકો રાજ્ય અને દેશની બહાર દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે જોકે ગુજરાતી સંગીત લોકપ્રિય બનાવવા પાછળ ગુજરાતી કલાકારોનુ પણ ઘણું મોટું યોગદાન છે. જે પૈકી અલ્પા પટેલ પણ એક છે.

જણાવી દઈએ કે વાત ઉદય અને અલ્પા બેન ના લગ્નમાં પરિવાર અને મિત્રો સાથે અનેક ગુજરાતી કલાકારો પણ હાજર હતા અને આ તમામ કલાકારો દ્વારા લગ્નમાં પરર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું. આવા કલાકારો માં કીર્તિદાન ગઢવી, સાંઇરામ દવે અને રાજભા ગઢવી ઉપરાંત જીગનેશ કવિરાજ અને દેવાયત ખવડ જેવા અનેક કલાકારો એ પોતાના પર્ફોર્મન્સ દ્વારા આ માંગલમય પ્રસંગને વધુ શોભાઇમાન કર્યો

જણાવી દઈએ કે સમગ્ર લગ્નમાં સૌથી ભાવુક સમય ત્યારે આવ્યો કે જ્યારે કીર્તિદાન ગઢવી સ્ટેજ પર ગયા જો કે કીર્તિદાન ગઢવી ને જોઈને સૌ કોઇ આનંદિત હતા અને તેમના પ્રફોર્મન્શ ની રાહ પણ જોતાં હતા તેવામાં જ્યારે તેમને ‘ તેરી લાડકી ‘ ગીત ગાયું આ સમયે અલ્પા બેન સહિત તેમના પરિવાર અને ઉદય ના પરિવાર ના લોકો પણ ઘણા ભાવુક થઈ ગયા છે.

આપણે સૌ જાણીએ છિએ કે વિદાય વેળાએ કન્યા ના પરિવાર પર શું વીતે છે જેને જીવનના ઘણા વર્ષો પોતાની સાથે વિતાવ્યા હોઈ તેવી વહાલસોહિ દીકરી હવે પોતાના છોડી ને જાય ત્યારે દરેક માતા પિતાને ઘણું જ દુઃખ થાય છે જો કે જણાવી દઈએ કે અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. જો કે આ સમયે અલ્પા પટેલ ના ઘર ની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી જેના કારણે ઘર ને ચલાવવા માટે તેમના માતા તથા ભાઈ મજૂરી કામ કરતા હતા.

ઘર ની નબળી આર્થિક પરિસ્થિતિ ના કારણે અલ્પા પટેલ નો ઉછેર અને ભણતર તેમના મામા ને ત્યાં થયું અહીં તેમણે ધોરણ 12 અને તે બાદ પિટીશિ નો અભ્યાસ કર્યો. જો વાત અલ્પા પટેલના સંગીત અંગે કરીએ તો જણાવી દઈએ કે અલ્પા પટેલ ને સંગીત નો વાર્ષો પોતાના નાના તરફથી મળ્યો છે. તેમને સ્ટેજ પર ગાતા જોઈને અલ્પા પટેલ પણ આ દિશા તરફ આગળ વધ્યા અને પરિવારને આર્થિક મદદ કરવા માટે માત્ર 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધુ તેઓ શરૂઆત માં ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. આમ અનેક મુસિબત નો સામનો કરીને તેમણે સફળતા ના શિખરો સર કર્યા છે.

જો કે હવે અલ્પા પટેલ ના ઘરે ઘણો ખુશી નો માહોલ સર્જાયો છે અને તેમણે પોતાના નવા જીવનમાં પગ મૂકી દીધો છે અને જીવન સાથી સાથે ઘણા ખુશ છે જણાવી દઈએ કે અલ્પા પટેલ અને ઉદય ગજેરા ના લગ્ન અમરેલી જીલ્લા ના બગશરા તાલુકા ના નાના મુન્ઝીયાસર ગામમાં થયા આ એજ ગામ છે કે જ્યાં અલ્પા પટેલ નો જન્મ થયો હતો.

ઉદય રાજા ની જેમ શેરવાની પહેરી ને ઘોડી પર સવાર થઈને આવ્યા ત્યારે અલ્પા પટેલ તેમનું સ્વાગત કરવા ગયા આ સમયે અલ્પા પટેલ આછા ગુલાબી રંગના ચણીયા ચોળી પહેર્યા હતા આ ખાસ પ્રસંગે બંને લોકો ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. અને અલ્પા પટેલ પોતાના સુંદર અવાજ જેવા જ સુંદર લાગી રહ્યા હતા જાણે કોઈ અપ્સરા આકાશ માંથી આવી હોઈ તેમ અલ્પા પટેલ નો રૂપ જોવા મળતો હતો. હાલમાં તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકોને પસંદ આવી રહી છે

જાણકારી માટે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એટલે કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જેની જાણ થતાં લોકોમાં ઘણો ઉત્શાહ હતો અને લોકો તેમના લગ્નને લઈને પણ ઘણા ઉત્સાહીત હતા. તેવામાં અલ્પા બેન ના લગ્નની જાણ થતાં ફેન્સ ઘણા ખુશ છે. હાલમાં અલ્પા બહેનના લગ્નના ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીમાં અલ્પા બહેને અનેક ગીત લખ્યા છે અને ગયા છે. તેવામાં હવે પોતાના પ્રસંગે પણ અલ્પા બહેન અને ઉદય ગજેરા એ ઘણું જ સુંદર ગીત લખ્યું છે, જણાવી દઈએ કે આ ગીત દરેક લોકોને પણ સાંભળવા મળશે. આ ગીતના ડાઈરેક્ટર પ્રણવ જેઠવા અને તેમની જેપી ફોટોગ્રાફર ની ટિમ છે. જો વાત મ્યુઝિક ડાઈરેક્ટર અંગે કરીએ તો તેમનું નામ હિમાંશુ ગઢવી અને હર્ષ પટેલ છે. જયારે રાકેશ દેસાઈ ના માથે આ ગીતને મિક્સિંગ કરવાનું કામ આવ્યું છે. તેવામાં આપણે સૌ અલ્પા બહેન પટેલ અને ઉદય ગજેરા ના નવા જીવનને લઈને અભિનંદન પાઠવીએ છીએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *