તલ ના ભાવ માં વધારો જાણો આજ ના નવા ભાવ

તલ ના ભાવ માં વધારો જાણો આજ ના નવા ભાવ

સફેદ તલની તેજીએ કાળા તલને આંબી ગયા છે. દર વર્ષે સફેદ તલ કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા જ રહેતા હોય છે. પરંતુ આ વખતે સફેદ તલ ના ભાવ એ કાળા તલ ના ભાવ ની સરખામણી માં જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ઉનાળુ તલની ક્વોલિટી આ વર્ષે ઘણી સારી જોવા મળી છે.

સામાન્ય રીતે ઉનાળુ સીઝનમાં આવતા તાલમાં પેસ્ટીસાઈડનું પ્રમાણ વધુ જોવા મળે છે પણ આ વર્ષે પેસ્ટીસાઈડનું પ્રમાણ બહુજ ઓછું જોવા મળ્યું છે સૌરાષ્ટ્ર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વધુ એક વખત તલ સફેદ અને તલ કાળાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

ગોંડલ ના માર્કેટ યાર્ડ માં 2251 થી 2711 સુધીનો ભાવ નોંધાયો હતો. જયારે મોરબી ના માર્કેટ યાર્ડ માં 2230 થી લઈને 2690 ભાવ નોંધાયા. અને કોડીનાર માર્કેટ યાર્ડ માં 2200 થી લઇ ને 2648 સુધી નોંધાયા. ભાવનગર ની માર્કેટ યાર્ડમાં 2452 થી 3090 સુધી નો ભાવ આવ્યો હતો. અને જામનગર ના માર્કેટ યાર્ડ માં 2000 થી લઈને 2715 સુધીનો ભાવ નોંધાયો.

અમરેલી ના માર્કેટ યાર્ડમાં 1700 થી 3040 સુધી નો ભાવ બોલ્યો હતો. જયારે વિસાવદર માર્કેટ યાર્ડ માં 2553 થી લઈને 3051 સુધી ભાવ આવ્યા. અને હળવદ ના માર્કેટ યાર્ડમાં 2350 થી લઈને 2683 ભાવ નોંધાયો હતો. બોટાદ માર્કેટ યાર્ડ માં 2550 થી 2900 ભાવ નોંધાયો. અને જામજોધપુર ના માર્કેટ યાર્ડ માં 2350 થી 2666 ભાવ નોંધાયો હતો.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 2751 થી લઈને 3201 નોંધાયો હતો. અને જામખંભાળીયા ના માર્કેટ યાર્ડ માં 2300 થી લઇ ને 2530 સુધી ના ભાવ બોલાયા હતા. જયારે જૂનાગઢ ના માર્કેટ યાર્ડ માં 2200 થી 2713 સુધી નો ભાવ આવ્યો હતો. એ સાથે રાજકોટ ના માર્કેટ યાર્ડ માં 2300 થી લઈને 2811 સુધી ભાવ આવ્યા હતા. અને જસદણ ના માર્કેટ યાર્ડ માં 2150 થી લઈને 3000 ભાવ નોંધાયો હતો. જેતપુર માર્કેટ યાર્ડ માં 2350 થી લઈને 2881 સુધી નોંધાયો હતો. ત્યારે બાબરા ના માર્કેટ યાર્ડ માં 2360 થી લઈને 2660 સુધી નો ભાવ બોલ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *