9 દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી 9 દિવસ માં આવી હાલત થશે ગુજરાત ની
ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજાએ ગુજરાતના મોટાભાગના સ્થળો પર પોતાનું હેત વરસાવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 100 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી બરાબર જામ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે. જેને લઇને ક્યાંક ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો ક્યાંક તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ક્યાંક બ્રિજનો ભાગ તૂટી ગયો છે, તો ક્યાંક તો હાઇવે જ ધોવાઇ ગયો છે. તો ક્યાંક મકાનના પતરાં ઉડી ગયા છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
વરસાદના કારણે ભારે નુકસાન થઇ રહ્યુ છે. દેવભૂમિદ્વારકામાં બ્રિજ લીકેજ થઇ ગયો. જેના કારણે પાણી ટપકી રહ્યું છે. તો ગીરસોમનાથમાં હાઇવે ધોવાઇ ગયો હોવાથી વાહનવ્યવહારને ભારે હાલાકી થઇ રહી છે. તો વેરાવળમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. સાબરકાંઠામાં પણ બ્રિજનો ભાગ તૂટી જતા હાલાકી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના એક ગામમાં મકાનોના પતરાં પણ ઉડી ગયા. વાત કરીએ સુરતની તો, અહીં ઓલપાડમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]