ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા નો દુબઈમાં વાગ્યો ડંકો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા નો દુબઈમાં વાગ્યો ડંકો

ઉર્વશી રાદડિયા નું નામ આવતા જ તેના ડાયરા માં થયેલ પૈસા નો વરસાદ યાદ આવે ગુજરાતમાં શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહ સમારોહ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા ઉર્વશી રાદડિયા ના ડાયરા નું આયોજન હતું ત્યારે પૈસા ની પીપ ભરી ને ઉર્વશીબેન ઉપર ખાલી થઇ હતી અને સ્ટેજ રૂપિયા થી ખચો ખચ ભરાઈ ગયું હતું

ઉનાળો ચાલુ થતાની સાથે જ આપણા ગુજરાતી કલાકારો એક પછી એક બધા જ ફરવા નીકળ્યા છે, જેમાં પહેલા લગ્ન પછી પતિ સાથે અલ્પાબેન પટેલ અંદમાન ગયા છે. તેમના પછી કિંજલ દવે તેમના મંગેતર સાથે દુબઇ ગયા છે.

ઉર્વશી રાદડિયા તેમના જુદી જુદી જગ્યાઓ પર જઈને વટ પાડી રહ્યા છે અને તેના ફોટાઓ પણ પાડીને મૂકી રહ્યા છે. ઉર્વશી રાદડિયા એક નાનકડા ગામમાં જન્મ્યા છે અને તેઓએ લોકપ્રિય સિંગર બનાવ માટે તેમના જીવનમાં ઘણા સંઘર્ષો પણ કરેલા છે.

તેમના પિતા ખાલી ત્રણ હજાર રૂપિયા કમાતા હતા અને તેમને મ્યુઝિકની દુનિયામાં આગળ વધાવ્યા હતા.તેમના ઘણા સંધર્ષો પછી આજે તેઓને આખું ગુજરાત સહીત બીજા ઘણા લોકો ઓળખે છે અને આજે આમ દેશ વિદેશની યાત્રા કરે છે અને તેના ફોટાઓ બધા ચાહક મિત્રોને શેર કરે છે.

ઉર્વશી રાદડિયાને ‘કાઠિયાવાડની કોયલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 31 વર્ષીય લોકગાયિકા ઉર્વશી રાદડિયાનો જન્મ તારીખ 25 મે, 1990ના રોજ થયો અને તેનો ઉછેર અમદાવાદ શહેરમાં થયો છે. નાની ઉંમરે ઉર્વશી રાદડિયાએ ગાવાનું શરૂ કર્યું હતું. આજે લોક સંગીતમાં ઉર્વશી રાદડિયા જાણીતું નામ છે અને મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે.

અહીંયા જુદા જુદા લુકમાં ઉર્વશી રાદડિયા વટ પાડી રહ્યા છે. કિંજલ દવે અને તેઓ સાથે રેગિસ્તાનની મઝા માની રહ્યા છે અને બધી જગ્યાઓ પર જઈ જઈને તેના ફોટાઓ શેર કરી રહ્યા છે.ઉર્વશી બેન એ દુબઇ થી આ ફોટો શેર કરતા વુમન ડે ની શુભકામના આપતા કહ્યું કે આપણે “સ્ત્રીઓ તરીકે” શું કરી શકીએ તેની કોઈ મર્યાદા નથી!!

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *