ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઈક પર આગળ બેસાડી યુવકે કર્યા સ્ટંટ, વીડિયો થયો વાયરલ

ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઈક પર આગળ બેસાડી યુવકે કર્યા સ્ટંટ, વીડિયો થયો વાયરલ

સંસ્કારી નગરીની લાજ દુભાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઇક પર આગળ બેસાડીને સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. શહેરના વીઆઈપી રોડ પર નવયુવાન યુવતીને બાઈક પર આગળ ઊંધી બેસાડી રોમાન્સ કરતા નજરે પડ્યો હતો. યુવક કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. યુવક પોલીસ સામે પડકાર ફેંકી રહ્યો હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.

લખનઉમાં પણ આવો જ વીડિયો થયો હતો વાયરલ

Vadodara: ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઈક પર આગળ બેસાડી યુવકે કર્યા સ્ટંટ, વીડિયો થયો વાયરલ

થોડા મહિના પહેલા લખનઉના વીઆઈપી વિસ્તારના લોહિયા પથ રોડ પર કારનું સન રૂફ ખોલીને રોમાંસ કરતાં યુવક, યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કારમાં સવાર યુવક અને યુવતી બેશર્મીની તમામ હદો પાર કરતાં જોવા મળ્યા હતા. આ પહેલા લખનઉના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી વીડિયો મુજબ એક કપલ ચાલતી સ્કૂટી પર એકબીજાને કિસ કરી રહ્યું છે. યુવતી યુવકના ખોળામાં બેઠી હતી. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી.

હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *