ગુજરાતમાં થયું કેસર કેરીનું આગમન, જાણો એક પેટીના કેટલા બોલાઇ રહ્યા છે ભાવ
અતુલ વ્યાસ, જુનાગઢ: ગુજરાતીઓને ગરમીનો અનુભવ થાય અને કેરી યાદ આવે. તો કેરીપ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. જુનાગઢમાં કેસર કેરીનું આગમન થઇ ગયુ છે. તલાલા પંથકની કેસર કેરીનો ચાહક વર્ગ ઘણો વધારે છે. ત્યારે કેસર કેરીના આગમનથી વેપારીઓ સહિત ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
જુનાગઢમાં કેસર કેરીનું આગમન થયું છે. તાલાલા પંથકની કેસર કેરી જુનાગઢ યાર્ડમાં આવી હતી. આજે 15 જેટલા બોક્ષની હરરાજી થઇ હતી. 10 કિલોના બે હજારથી 2500 રૂપિયા જેટલા ભાવ બોલાયા હતા.
જુનાગઢ ફ્રુટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. 15 જેટલા બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ 10 કિલોના 2000થી 2500 રૂપિયા જેવો બોલ્યો હતો. કેસર કેરી ચાલુ સાલે થોડી વહેલી આવી છે અને સારા ઉત્પાદનની શક્યતા જોવા મળી રહી છે.
જો કમોસમી વરસાદ કે વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર નહિ થાય તો આ વર્ષે પુશ્કળ પ્રમાણમાં કેરીની આવક થઇ શકે છે.
થોડા દિવસ પહેલા કેરીના રસિયાઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા હતા. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ નવી જાતની કેરી વિકસાવી છે. આ કેરીનું નામ આણંદ રસરાજ કેરી અથવા ગુજરાતી 1 છે. અન્ય કેરીઓ કરતા આ કેરીનું ઉત્પાદન વધુ થતું હોવાથી તેનો ફાયદો ખેડૂતોને પણ થશે અને ખેડૂતો મબલખ ઉત્પાદન કરી મસમોટી કમાણી પણ કરી શકે છે.
આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ નવી જાતની આણંદ રસરાજ કેરી અથવા ગુજરાતી 1 વિકસાવતા ગુજરાતીઓને આ ઉનાળાની સિઝનમાં 22 વર્ષ બાદ નવો સ્વાદ માણવા મળશે. આમ તો રાજ્યમાં ખેડૂતો મોટાભાગે લંગડા, કેસર, આલ્ફાન્ઝો સહિતની કેરીની જાતોનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ આ વખત નવી જાત વિકસાવાતા કેરીના શોખીનોને નવા સ્વાદનો આનંદ માણવા મળી શકે છે. વર્ષ 2000માં પારીયામાં આવેલી તત્કાલિન ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કેરીની સોનપરી જાત વિકસાવી હતી, જેની ખુબ જ ડિમાન્ડ જોવા મળી હતી. તો આ વખતે આ કેરી ગુજરાતીઓના ટોપ લિસ્ટમાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.