બાગેશ્વર બાબા ના દિવ્ય દરબાર મા કિર્તીદાન ગઢવી એ “નગર મે જોગી આયા ” ભજન એવું ગાયું કે બાબા પણ ઉભા થઈ ગયા…જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં ચારો તરફ માત્ર ને માત્ર બાગેશ્વર ધામની ચર્ચા થઈ રહી છે. હાલમાં શાસ્ત્રી ધીરેન્દ્ર ગુજરાતના પ્રવાસે છે અને તેમના સાનિધ્યમાં ગુજરાતના મહાનગર અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબાર નું આયોજન કરવામાં આવેલું છે. આ દિવ્ય દરબારમાં લાખો લોકો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આ દિવ્ય દરબાર ખરેખર ઐતિહાસિક બની ગયો છે કારણ કે પહેલીવાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવ્યા છે. તેમને આટલો બહોળા પ્રતિસાદ મળ્યો છે તેમના પ્રત્યે ભક્તોની જે ભાવના છે તે ખૂબ જ અતૂટ અને લાગણી સભર છે.
જ્યારે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયેલ ત્યારે આ દરબારમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાની પવિત્ર વાણીથી દિવ્ય દરબારની રોનક વધારી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્વયં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કિર્તીદાન ગઢવીના વખાણ કર્યા હતા તેમણે જાહેરમાં લાખો ભક્તોની સામે કહ્યું કે ” હું તમને બાગેશ્વર ધામ આવવાનું આમંત્રણ આપીશ.
સાથોસાથ તેમણે એ પણ જણાવ્યું હતું કે મને બમ બમ ભોલે ભજન બહુ ગમે છે અને જ્યારે જ્યારે તું આ ભજન ગા છો, ત્યારે હું આ જરૂરથી સાંભળું છું અને આજે મારે આ સાંભળવું પણ છે. ખરેખર તમે જાણીને પણ નવાઈ લાગશે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારોમાંથી કિર્તીદાન એકમાત્ર એવા કલાકાર છે. જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોતાની પવિત્ર વાણીથી લાખો ભક્તોને મંત્રમુગ્ધનો કર્યા.ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કિર્તીદાનના સ્વમુખે નગર મે જોગી આયા ભજન ખૂબ જ પ્રિય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]