700 વર્ષ જુના હરસિધ્ધિ માતાજી મંદિર રાજપીપલા નો ઇતિહાસ, જુઓ વિડિઓ
અહીં મા હરસિદ્ધિનું મંદિર વૈરીશાલજી મહારાજે આશરે 400 વર્ષ પહેલા બંધાવ્યું હતું. રાજપીપળાની ગાદી પર બિરાજમાન 25મા વારસદાર ગોહિલવંશી છત્રચાલજી મહારાજના પુત્ર વેરીશાલજી જ્યારે તેમના માતા-પિતા જોડે ઉજ્જૈન હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યારે તેમને એમ થયું હતું કે આ માતાજીને જો વિક્રમાદિત્યા રાજા પોતાના નગરમાં લાવી શકતા હોય તો હું પણ માતાજીને મારા નગર રાજપીપળામાં કેમ ન લઈ જઈ શકું.
આ વિચાર જ્યારે તેમને આવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી. જ્યારે વેરીશાલજી 22 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને તેમનું રાજતિલક કરવામાં આવ્યું. રાજતિલક થયા બાદ પણ રાજા માતાજીની ઉપાસના અને અર્ચના કરતા હતા. થોડા દિવસો બાદ રાજાને સ્વપ્નમાં આવી માતાજીએ ક્હ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારી સાથે આવીશ.
રાજાએ તરત જ ઉજ્જૈન જવાનું નક્કી કર્યું અને રાજા માતાજીમાં મંદિરમાં પહોંચીને પૂજા-વિધિ કરવા લાગ્યા ત્યારે તે સમયે જ માતાજીનું કંકુ લેવાનું ભૂલી ગયા અને તેમણે કટારથી તેમની આંગળી કાપીને માતાજીને તિલક કર્યું. આ વાતથી માતાજી પ્રસન્ન થયાં અને કહ્યું હું તારી સાથે તારા નગરમાં આવું પરંતુ મારી એક શરત છે, જે તારે માનવી પડશે. રાજાએ કહ્યું, ભલે.
માતાજીએ તેમની શરત કહી કે મારી સાથે અહીં બેઠેલા બીજા દેવો પણ આવશે જેને તારે સ્થાન આપીને એમનું મંદિર બનાવવું પડશે. રાજાએ શરત માની લીધી પછી માતાજીએ કહ્યું કે, તું ઘોડા પર ચડીને આગળ જા હું તારી પાછળ આવું છું અને તું જ્યાં પાછળ વળીને જોઈશ ત્યારે હું તે જગ્યાને મારું સ્થાનક માનીને તે જગ્યા પર સ્થાન ગ્રહણ કરીશ.
રાજા ઘોડા પર બેસીને રાજપીપળા તરફ રવાના થયો. માત્ર 3 કલાકમાં જ માતાજી કૃપાથી ઉજ્જૈનથી રાજપીપળા પહોંચ્યા. નગર આવતા તેને થયું કે માતાજી આવે છે, કે નહીં લાવ જરા નજર કરું. ત્યારે માતાજીએ તે જગ્યાને સ્થાન ગ્રહણ કર્યું અને રાજાએ ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું હતું.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]