અંબાલાલ પટેલ ની વરસાદી આગાહી , જાણો ગુજરાત માં ક્યારે આવશે વરસાદ

અંબાલાલ પટેલ ની વરસાદી આગાહી , જાણો ગુજરાત માં ક્યારે આવશે વરસાદ

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે. રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે.

જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પોહ્ચ્યું છે આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે. તમને જણાવી દઇએ કે, ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી ગયું

હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે. વર્ષ 2021માં આંદમાન-નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે.

ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે. જૂનના પ્રારંભે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. અમદાવાદમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. કારણ કે, આગામી 3-4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફુંકાવવાનો શરૂ થઇ જશે. જેના કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે તે તાપમાન વધવા નહીં દે.’

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *