અંબાલાલ ની આગાહી : પવન અને ગાજવીજ સાથે પાંચ દિવસ ગુજરાતમાં માવઠું કરશે બેટિંગ, જાણો કયા વિસ્તારમાં ક્યારે છે આગાહી

અંબાલાલ ની આગાહી : પવન અને ગાજવીજ સાથે પાંચ દિવસ ગુજરાતમાં માવઠું કરશે બેટિંગ, જાણો કયા વિસ્તારમાં ક્યારે છે આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 5 દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. રાજ્યમાં પાંચ દિવસ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પવન અને ગાજવીજ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી અને અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

શનિવારથી આજ સવાર સુધી 6.00 કલાક સુધીના 24 કલાકમાં કુલ 93 તાલુકામાં માવઠું વરસ્યું છે. જેમાં સૌથી વધુ જામનગરના ધ્રોલમાં 43 એમએમ 1.72 ઇંચ વરસાદ નોંધાયો છે. જે સાથે ભાવનગરના શિહોરમાં પણ 1.6 ઇંચ વરસાજ નોંધાયો છે. રાજકોટના ગોંડલમાં અને મોરબી, ભાવનગર, વંથલીમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

આવતીકાલે પહેલી મેના રોજ, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બીજી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે ડાંગ, નર્મદા અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાનની આગાહી પ્રમાણે, ત્રીજી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ડાંગ, નર્મદા અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

ચોથી તારીખે હવામાનની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત પ્રદેશના દાહોદ, અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જામનગર અને રાજકોટના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને કચ્છના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચમી તારીખે દાહોદ, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી અને વલસાડમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ-દ્વારકા,જામનગર અને રાજકોટનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમા તથા સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *