ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, ગાજ વીજ સાથે થશે વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી

ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, ગાજ વીજ સાથે થશે વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થયો. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

કેરળમાં ચાલુ સાલ ચોમાસુ વહેલું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાના આગમનના એંધાણરૂપ પવનો અને ભેજયુક્ત હવા સહિતની અસરો સૌરાષ્ટ્રમાં પણ દેખાવા લાગી છે અને તેજ પવન ત્રાટકવા લાગ્યા છે. આથી આકરા તપમાંથી રાહત પણ મળી છે પરતું બફારામાં વધારો થયો છે. હવામાન વિભાગ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાશે. 40 થી 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે.

કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં 18 જૂનના રોજ કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને નવસારીમાં પણ મન મૂકીને વરસાદ વરસશે તેવી આગાહી કરાઇ છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે.

રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *