2.5 વીઘા માં આવેલો છે 250 વર્ષ જૂનો આ વડ, જુઓ વિડિઓ

2.5 વીઘા માં આવેલો છે 250 વર્ષ જૂનો આ વડ, જુઓ વિડિઓ

ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે. આ વડ 40 મીટર ઊંચો અને 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે. વડની આયુષ્ય 500 વર્ષ માનવામાં આવે છે. વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડ મુલાકાત અચૂક લેતા હોય છે.

વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. વડ ન કાપવા બાબતે આસ્થા એવી છે કે સ્થાનિકો માને છે કે કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે. જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત કરતો નથી. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.

વડના થડના ભાગમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ મંદિરે અચૂક દર્શન માટે જતા છે. વડાપ્રધાને વડની આસપાસ વિકાસ માટે 4 કરોડ રૂપિયાની જહેરાત કરી હતી. જોકે વહીવટી કારણોસર હજી વડનો વિકાસ થયો નથી. આમ છતાં સ્થાનિકોની માંગણી છે કે વડના આસપાસ વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિકોને રોજગારી મળે.

વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે. ખાસ કરીને નાના બાળકો માટે રમકડાં, પૂજાનો સમાન, ખાણીપીણી જેવા નાના નાના વ્યવસાય થકી લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. મહાકાળી માતાનું મંદિર આવેલું હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ હોય છે, પૂનમ અને તહેવારના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. જ્યારે વિકેન્ડ શહેરી વિસ્તારમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે.

વડના મધ્યમાંથી રોડ નીકળે છે જેનાથી વડને નુકસાન પહોંચે છે. સ્થાનિકોની માંગણી છે કે બાયપાસ રોડ બનાવવામાં આવે તો વાહનોનો ધસારો ઓછો થાય જેથી પ્રદુષણ ઘટે અને વડને નુકસાન ઓછું પહોંચે. જોકે સ્થાનિક વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં હજી રોડ બાબતે યોગ્ય નિર્ણય લવવામાં આવ્યો નથી.

જુઓ વિડિઓ :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *