ગુજરાત નું ભીમનાથ મહાદેવ મંદિર ત્યાં ૫૫૦૦ વર્ષ જુના વૃક્ષ માંથી થાય છે સાકરવર્ષા
ભીમનાથ (તા. બરવાળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં નીલકા નદીના કિનારા પર આવેલું ગામ છે. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા. આ ઝાડનો મહિમાં એટલો બધો છે, કે અહિ ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ જરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.
અહીં ૫૦૦૦ વર્ષ પુરાણુ જાળનાં વૃક્ષો નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે. મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા. વરખડી (જાળ)ના વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલ. હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ હયાત છે. ભારતમાં આ એકમાત્ર શિખર વગરનું શિવાલય છે
આ મંદિર સાથે સંકળાયેલી પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમ્યાન પાંડવો હાલ જયાં ભીમનાથ મહાદેવ છે, તે જગ્યાએ આવી પહોંચ્યા હતા. અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં. આજુબાજુમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહી, છેવટે ભીમથી ભૂખ સહન ન થતાં તેણે જાળનાં વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પત્થર મૂકી તેની ઉપર જંગલી ફૂલો ચઢાવીને જાણે થોડા સમય પહેલાં જ કોઇ મહાદેવજીની પૂજા કરી ગયું હોય તેવું દૃશ્ય ઉભું કયું અને પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઇ આવ્યો.
અર્જુને શિવલીંગ જોતા જ બાજુમાં વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું. ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું. અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો.
ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના બે ટુકડા કરી દીધા (જે આજે પણ મોજૂદ છે). આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભીમે તેમની માફી માંગી અને અર્જુન સહિત પાંડવોને શિવજીએ આશીર્વાદ આપ્યા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]