ગળધરા વાળી માં ખોડિયાર નો ઇતિહાસ , અને માં ના પરચા
કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. ગુજરાત માં એવું કોઈ ગામ કે શહેર નાઈ હોય જ્યાં માતાજી કે ભગવાન નું મંદિર ના હોય . દરેક લોકો પોતાના કુળદેવી માતાજી ને માનતા હોય છે. એવું કહેવાય છે કે, મા ખોડલ નું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે. અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે. આજે અમે તમને માતાજી કેવી રીતે ગળધરા માં બિરાજમાન થયા તેના વિશે માહિતી આપવાના છીએ.
ધારી પાસે આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર માતાજી ૧૬૦૦ વષે પૌરાણિક છે અને આજે પણ આસ્થા સાથે માડી ખમકારા સાથે ભકતો ના દુ:ખ દૂર કરે છે તેવી માતા જગતજનની મા ગળધરાવાળી માત ખોડિયાર ની પ્રાગટ્ય સ્થાન ની અહી વાત કરવી છે ધારી થી માત્ર આઠ કી,મી દુર આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર માતાજી અહી સ્વયંભુ પ્રગટ થયા હતા.
અને તેમના શરીર નો અં-ત પણ અહી જ પોતાનુ શરીર પાણી ગાળીને જગત આખા મા પુજાવા લાગ્યા હતા અહી માતાજી નુ નામ ગળધરા ખોડિયાર કેમ કેહવાય છે તેની સાથે એક ઇતિહાસ છે લોક વાયકા મુજબ અને અહી રહેતા પુજારી પરિવાર ના જણાવ્યા મુજબ અહી તે સમય મા અસુરો નો ખુબજ ત્રા-સ હતો અને ખમકારી આઇ શ્રી ખોડિયાર તે રાક્ષસ ને ના-સ કરવા રાક્ષસ સાથે યુ-ધ્ધ કર્યું હતું .
અહી માતાજી નુ મુળ પ્રાગટ્ય સ્થાન ધરા પાસે આવેલ એક રાળ ના ઝાડ નીચે છે અને અહી માતાજી નુ મંદીર ની અંદર રેહલા સ્થાન પર માત્ર ગળુ મસ્તક જ છે અહી રા નવઘણ માતાજી ના દશેન કરવા આવતા અને એક દિવસ માતાજી ના રથની પાછળ ઘોડા લય ને આવતા ઘોડા સાથે રાનવઘણ પથ્થર પર પટકાત પણ માતાજી ઘોડા બે પગ પોતાની હથેળી પર રાખી દીધાં હતાં અને બે પગ અહી પથ્થર પર પટકાયા હતા અને અહી તે ઘોડા ના ડાબલા હાલમાં પણ છે
અને રાનવઘણે અહી ધરામાં પોતાના અશ્વ ને સ્નાન કરાવતા આ ઘુના નુ પાણી અડઘુ ડોહળુ અને અડધુ તાજુ પાણી થય ગયૂ હતું તે હાલમાં પણ જોવા મળે છે આશ્રી ખોડિયાર માતાજી નુ મુળ નામ જાનબાઈ માં છે હાલમાં અહી આઇ શ્રી ગળધરા ખોડિયાર તેમજ તેમના મોટા બહેન શ્રી આવળ માતાજી જે અહી ખોડિયાર માતાજી થી રીસાયા હતા અને અવળું ફરી ને બેસી ગયા હતા તેમનુ સ્થાનક પણ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]