ભગુડા મોગલ ધામ ગામ ના લોકો ઘર ને તાળા નથી મારતા, માં મોગલ છે હાજર હજુર
મંદિર હિંદુ ધર્મના લોકોના પ્રાર્થના સ્થળને કહેવામાં આવે છે. અહીં કોઈપણ સ્વરૂપે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી હોય છે. મંદિરમાં હિંદુઓના દેવી-દેવતાઓ પૈકી જેમની મુખ્ય મૂર્તિ હોય એ પ્રમાણે મંદિરને શિવમંદિર, શિવાલય, વિષ્ણુમંદિર, બ્રહ્મામંદિર, હનુમાનમંદિર, અંબાજીમંદિર, ગણેશમંદિર, કૃષ્ણમંદિર, માતાનો મઢ, માતાની દેરી વગેરે નામોથી ઓળખાય છે. મંદિરનો સાદો અર્થ “ભગવાનનું ઘર” થાય છે. મંદિરના સ્થાન પ્રત્યે આસ્થા રાખનાર સ્થાપકોની શક્તિ મુજબ મંદિર માટે નાનું કે મોટું મંદિર બાંધવામાં આવેલું હોય છે.
આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ મંદિર સાથે અનેક લાખો લોકોની ભક્તિ જોડાયેલી છે મોગલ માતાના દર્શન માટે લોકો ખાસ કરીને મંગળવાર અને રવિવારે આવતા હોય છે.
ગુજરાત એક ધાર્મિક રાજ્ય છે. ગુજરાતમાં ઘણા બધા એવા ધાર્મિક સ્થળો અને તીર્થો આવેલા છે જ્યાં લોકો ઘણા દુર દુરથી મુલાકાતે આવતા હોય છે. જ્યાં આજેપણ માતાજી હાજરાહજૂર છે.ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ.એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આઈ ના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”GUJARATI GYAAN” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]