મોઢેરાનાં સૂર્યમંદિરનો ઈતિહાસ, અને જાણો એના રહ્શ્ય, જુઓ વિડિઓ
સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે.
મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૃહમંડપ, તીર્થમંડપ; સભામંડપ, સભામંડપ અને કુંડ, જળાશય. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.
આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં (વિક્રમ સંવત ૧૦૮૩) કર્યું હતું. તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.
સ્થાપત્ય
મંદિરનું સ્થાપત્ય મારુગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે: ગર્ભગૃહ (ગભારો) કે જે ગૂઢમંડપ (હૉલ)માં છે, બાહ્ય હૉલ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે, અને પવિત્ર કુંડ.
સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. તેમનાં શિખરો, ઉપરની છતને બાદ કરતાં, ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલી છે.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]