ઈંઢોણી સાથે પાણી ભરેલું બેડું આવે છે બહાર, જોવા માટે ઉમટી પડે છે આખું ગામ અને મનાવવામાં આવે છે ઉત્સવ…
દોસ્તો આપણા દેશમાં ઘણા ચમત્કારો જોવા મળતા હોય છે, જેમાંથી ઘણા ચમત્કારો તો એવા હોય છે કે જેને જોઈને વિશ્વાસ પણ કરી શકાતો નથી. આવો જ એક ચમત્કાર હાલમાં ગુજરાતમાં જોવા મળેલ છે. હકીકતમાં વઢવાણ તાલુકાના બલદાણા ગામે એક હોલ માતા ની વાવ આવેલી છે. જે 800 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવે છે.
આ વાવમાંથી હાલમાં એક પાણી ભરેલું બેડુ બહાર આવ્યું હતું. આ ચમત્કાર અંદાજે ચાર વર્ષમાં એક વખત બને છે, જ્યારે પાણી ભરેલું બેડું આપમેળે પાણીમાંથી બહાર આવે છે ત્યારે તેને લોકો ખૂબ જ મહત્ત્વનું માને છે અને આ બેડું હાલમાં ગુરુવારના દિવસે પાણીમાંથી બહાર આવ્યું હતું.
તમને જણાવી દઇએ કે આ હોલ માતા ની વાત ખૂબ જ અનોખી અને બહુ જૂની હોવાનું કહેવામાં આવે છે. આ સાથે આ વાવમાં ઘણા ચમત્કારો થતા જોવા મળે છે, આજ ક્રમમાં તાજેતરમાં પાણીમાંથી આપમેળે બેડું બહાર આવવાનો ચમત્કાર જોવા મળ્યો હતો.
માન્યતાઓ પ્રમાણે ત્રણ થી ચાર વર્ષમાં એક વખત પાણીમાંથી આપમેળે વાસણ બહાર આવે છે અને તે પરંપરા ખૂબ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે પાણીમાંથી વાસણ બહાર આવે ત્યારે લોકો તેને ભગવાનની પ્રસાદી સમજે છે અને ઘેર ઘેર ખુશીઓનું વાતાવરણ છવાઇ જાય છે. આ સાથે દરેક ઘરમાં નિવૈધ પણ ધરાવવામાં આવે છે.
હકીકતમાં આ ગામમાં હોલ માતાનું મંદિર આવેલું છે જેમના પર ગામના લોકોને ખુબ જ શ્રધ્ધા અને આસ્થા છે. દુષ્કાળના સમયમાં પણ આ વાવમાં રહેલું પાણી ગામના લોકોને કોઈ સમસ્યા થવા દેતું નથી અને જ્યારે પાણીમાંથી બેડું બહાર આવે છે ત્યારે લોકો તેને ભગવાનની પ્રસાદી સમજે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં વૈશાખ સુદ પૂનમે બેડુ બહાર આવ્યું હતું.
જ્યારે વાવના પાણી માંથી બેડુ બહાર આવ્યું ત્યારે વાવની સામે રહેલા ઘરમાં નાના છોકરા એ આવીને કહ્યું હતું કે વાવનું પાણી ચકડોળે ચડ્યું છે. આ સાંભળતાં જ તે ઘરમાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ધીમે ધીમે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનો ભેગા થયા હતા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]