અમરેલી ખાંભાના નિંગાળા રહેણાંક મકાનમા સિંહ ઘૂસ્યા, સમગ્ર ઘટના કેમેરા માં કેદ
અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે સિંહોની રહેણાંક વિસ્તારમાં અવરજવરના બનાવોમાં પણ વધારો થયો છે. રાજુલા બાદ ખાંભાના રહેણાંક વિસ્તારમાં પણ સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભા શહેરમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી.
સિંહ આવતા રેઢિયાળ પશુઓમાં દોડધામ મચીખાંભા શહેરની આંદ સોસાયટીમાં સિંહ આવી ચડતા શેરીઓમાં બેસેલા પશુઓમાં દોડધામ મચી હતી. સિંહે એક ગાયનો શિકાર કર્યો હતો. સિંહના અવાજના કારણે લોકો જાગી ગયા અને પોતપોતાની અગાશી પર ચડી ગયા હતા. શેરીમાં ફરી રહેલા સિંહના દ્રશ્યો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર સામાન્ય બનીઅમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય બની છે. રાજુલા, સાવરકુંડલા, ધારી, ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અને હાઈવે પર સિંહની અવરજવર સામાન્ય રીતે જોવા મળી રહી છે. રાજુલાના કાતર ગામમાં તો સિંહ અવારનવાર આવતા હોવાનું સામે આવ્યું છે. માનવ વસાહત વચ્ચે સિંહની અવરજવર વધતા વનવિભાગ પણ ચિંતિત બન્યું છે.
હાલ સોશિયલ મીડિયામાં (soccial Media)આ વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં તમે જોઇ શકો છો કે અનેક લોકોનું ટોળું હોવા છંતા સિંહણ રસ્તા પર જ ગાયનું મારણ કરીને પોતાનું પેટ ભરી રહી છે. જો કે આવી ઘટનાઓ અહીંના ગામડાઓમાં વારંવાર જોવા મળતી હોય છે. વીડિયો માં તમે જોઈ શકો છો કે સિંહ નું ટોળું ઘર માં આંટા-ફેરા કરી રહ્યું છે તો થોડી વાર પછી ઘર ના છાપરા પાર સિંહ જોવા મળી રહ્યા છે
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @TV9 Gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]