વિશ્વ નુ એક માત્ર મંદિર કુબેર ભંડારી, માત્ર દર્શન કરવાથી થાય છે ધન વર્ષા, જુઓ વિડિયો…
કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.
મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી ભંડાર ખૂટતો નથી.
કળિયુગમાં જેમની પાસે સંતતિ અને સંપત્તિ નથી એવા લાખો ભક્તો કુબેર દાદાના દર્શન કરી કઈક પામ્યા છે. નારદ ભગવાનના કહેવાથી દેવોના ખજાનચી કુબેર દાદાએ અહી તપ કર્યું હતું. સનાતન ધર્મમાં દેવ દેવતાની પૂજાના અંતે મંત્ર પુષ્પાંજલિમાં કુબેર દાદાનું સ્મરણ અવશ્ય લેવું પડે એવું ભગવાન શિવે વરદાન આપ્યું છે. કુબેર દાદા સૌને સુખ સંપતિ અને ઐશ્વર્ય આપે એવા આશીર્વચન તેમણે પાઠવ્યા હતા.
મંદીર સંકુલમાં મુખ્ય મંદીર કુબેરેશ્વર મહાદેવનું છે, જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે. આ ઉપરાંત અહીં રણછોડજીનું પણ નાનું પણ સુંદર મંદીર આવેલું છે. મંદીરથી પગથીયા ઉતરીને નર્મદા નદી પાસે જતાં મહાકાળી માતાનું મંદીર આવે છે. આ ઉપરાંત અન્ય મંદીરો પણ છે.
આ મંદીરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આસપાસનાં ગામો અને વડોદરા તથા અન્ય સ્થળોએથી લોકો દર અમાસે અહીં નિયમિત પણે દર્શને આવે છે. વડોદરાથી દર અમાસને દિવસે એસ.ટી.ની ખાસ બસો દોડાવવામાં પણ આવે છે.
મંદીર પુત્રપ્રાપ્તિની ઇચ્છા રાખનાર દંપતિઓમાં સવિશેષ પ્રખ્યાત છે, અહીં પુજા કરીને સોપારી આપવામાં આવે છે, જેનું પુજન કરવાથી નિ:સંતાન દંપતિઓને સંતાનપ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. આ ઉપરાંત, કેમકે આ મંદીર સ્વર્ગનાં ભંડારના અધિપતી એવા કુબેરનું છે, તેથી તેની પાસે આવનાર દરેક ધનની પણ અપેક્ષા રાખે છે. અનેક લોકો અહીંથી ચોખા લઈ જઈને પોતાનાં ઘરે ધન ભેગા રાખે છે, જેથી તેમનો ભંડાર પણ ખુટે નહી તેવું તેમનું માનવું હોય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @AJ78 Vlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]