ચોટીલા ડુંગર પર કેમ કોઈ રાત્રે રોકાઈ શકતું નથી, જુઓ વિડિઓ…
ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે. પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ. ૧૫૬૬ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું.
ચોટીલા પર્વત પર બિરાજતાં મા ચામુંડા ચોસઠ જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. અમદાવાદથી 168 કિમી દૂર સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર પર મા ચામુંડા બિરાજીત છે. ચામુંડા માતા મા દુર્ગાનું સ્વરૂપ પણ છે. જ્યારે ચંડ અને મુંડ નામના અસુરોનો ત્રાસ વધી ગયો ત્યારે ઋષિમુનિઓ અને યોગીઓએ આરાધના કર્યા બાદ મા પ્રસન્ન થયાં હતાં. માએ ચંડ અને મુંડનો સંહાર કર્યો. માતાજી ચંડી અને ચામુંડા રૂપ દ્વારા ડુંગર ઉપર બિરાજીત થયાં ત્યારથી સર્વે ભક્તો ચંડી ચામુંડાને પૂજે છે. મા ચામુંડાના રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પૂજવામાં આવે છે. મંદિરમાં મૂર્તિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ છે.
ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું. આ અંગે વિવિધ માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે પણ ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.
અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m)[૨] જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]